Top News

More Posts

   The Latest

Most Popular

શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે શહેરમાં 91 કેસ નોંધાયા હતાં. સૌથી વધુ 31 કેસ અઠવા વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે 67 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતાં. ખાસ કરીને શહેર બહારથી આવનારા એટલે કે, ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવનારા લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે. જેથી મનપા દ્વારા તમામ ચેકપોસ્ટ પર કોરોનાના રિપોર્ટ (Corona Report) વિના એન્ટ્રી આપવામાં આવી રહી નથી. છેલ્લા 10 દિવસમાં બહારગામથી તેમજ અન્ય શહેર અથવા રાજયમાં પ્રવાસ કરીને સુરત શહેરમાં પ્રવેશ કરતા વ્યકિતઓ વધુ પોઝિટિવ મળી રહયા છે.

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગત 10 દિવસ દરમ્યાન દમણ પ્રવાસ કરીને આવેલા 2 વ્યકિતઓ, નડિયાદથી સુરત શહેરમાં પ્રવેશ કરનારા 1 વ્યકિત , કઠોર ગામથી સુરત શહેરમાં આવતા 1 વ્યકિત તેમજ ગાય–પગલાં કરજનથી આવતા 1 વ્યકિત કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેથી બહારગામ મુસાફરી દરમ્યાન ખાસ તકેદારી રાખવી અને મુસાફરી કરી પરત ફરતાં સુરત મહાનગરપાલિકા સંચાલિત કોવિડ ટેસ્ટીંગ સેન્ટરો ઉપર જઈ ટેસ્ટ કરાવવા માટે મનપા દ્વારા સુચના આપવામાં આવી છે.

શાળા-કોલેજો ખુલતા સંક્રમણ વધ્યું: આચાર્ય અને વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં

સુરત: હાલમાં શાળાઓ તથા કોલેજોમાં (School College) શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. જે દરમિયાન વિદ્યાર્થીઓ તથા ત્યાંના કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ન ઉદ્ભવે એ માટે અગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલી શાળા કોલેજોમાં ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગુરૂવારે શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલી કુલ 54 શાળા-કોલેજોમાં કુલ 3294 વિદ્યાર્થીઓ તથા ત્યાંના કર્મચારીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાંદેર ઝોનમાં 1 આચાર્ય અને લિંબાયત ઝોનમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં ખાસ કરીને એક પોઝિટિવ વિદ્યાર્થીનીની અન્ય 3 બહેનો પણ પોઝિટિવ મળી આવી હતી. આ પરિસ્થિતી ને ધ્યાને લઈ શૈક્ષણિક સંસ્થાઓ શાળા-કોલેજો/ કોચિંગ કલાસીસ વગેરે કોરોનાના સુપર ઍડર વેન્યુ ન બને તે માટે ત્યાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી અચુક રાખવા માટે મનપા દ્વારા સુચના આપવામાં આવી છે

To Top