SURAT

સુરતમાં આયશાવાળી થતાં રહી ગઈ: તાપીમાં ઝંપલાવવા જતી મહિલાને જાંબાઝ રિક્ષાચાલકે બચાવી લીધી

સુરત: (Surat) અમદાવાદની આયશા (ayesha suicide case) સમગ્ર દેશમાં એક સંવેદનાનો ચેહરો બની ગઈ છે. કોણ જાણે કે ભારતમાં આવી કેટલીય આયશા હશે અને હજી કેટલી આયશા પોતાનો જીવ ટૂંકાવવા માંગતી હશે જે પોતાના પતિ અને સાસરીઓના ત્રાસથી કંટાળી ગઈ હશે. મોટા ભાગે તો આમ જ જીવન પૂરું કરે છે તો કેટલીક હિંમત દાખવીને લડી લે છે, પણ બદનસીબ પરિવારની દીકરી કેટલીક મોતનો રસ્તો અપનાવે છે. અમદાવાદના આયશા જ નહીં પણ આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ એવી છે જે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. ત્યારે હવે સુરત (Surat) માં તાપી નદીમાં (Tapi River) મોત વ્હાલુ કરવા જઈ રહેલી વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ છે.

એક રીક્ષાચાલકે મહિલાને બચાવી લીધી  

ઉલ્લેખનીય છે કે તૌસીફ શેખ નામનો રીક્ષાચાલક સુરતના હોપ પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. જો કે અચાનક તેમની નજર આ રડી રહેલી મહિલા પર પડી હતી. અને તેને સમજાયું કે આ મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હોય તૌસીફે પોતાની રીક્ષા તાત્કાલિક થોભાવી અને તુરંત મહિલાને બચાવવા દોડી ગયો હતો.. તેણે ખેંચીને મહિલાને બેસાડી દીધી હતી. અને મહિલાને રડતી જોઈ આસપાસથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે દોડી આવી હતી. અને તેને શાંત રાખવાની કવાયત કરી હતી.

સુરતની આયેશા પણ પોતાના પતિના જ ત્રાસથી સુરતના ચોક ખાતે હોપ બ્રિજથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. અને જયારે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તૌસીફની નજર પડી તેને લાગ્યું કે, આ મહિલા આ રીતે રડીને બ્રિજ તરફ જઈ રહી છે, નક્કી કઈ ખોટું થયું છે. અચાનક જ તેની નજર સામે આયશાનો કિસ્સો આવી ગયો અને તે સતર્ક થઈને રીક્ષા થંભાવી દીધી હતી, સાથે જ મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી પહોંચી તાપી નદીમાં કુદવા જઈ રહેલી સુરતની આયશાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

No description available.

અમદાવાદની આયશા તો ગઈ પણ સુરતની આયશાને બચાવી લેવાય  
ભેગા થયેલા લોકોને તૌસીફે જણાવ્યું કે આયશા આપઘાતની ઘટનાનો વીડિયો તેણે જોયો એ જ કારણ છે કે, મને લાગ્યું કે આ મહિલા પણ આપઘાત કરવા જઈ રહી છે. ત્યારબાદ મેં તે બેનને સમજાવી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બેનને સમજાવવા ત્યાંથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે આવી ગઈ હતી. અને સુરતની આયશાને બચાવી લેવાય હતી.

No description available.

પરી (નામ બદલ્યું છે) નામની મહિલાને લોકોએ બચાવીને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મહિલાને આપઘાત ન કરવા માટે સમજાવી હતી. જે બાદમાં પોલીસ પરીને તેમની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ અને હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણાવા મળ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top