Top News

More Posts

   The Latest

Most Popular

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકારે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે.

જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.
વર્ષ ૨૦૧૫માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે ૫૨૩ સિંહ હતા. જ્યારે વર્ષ ૨૦૨૦માં પુનઃ અવલોકન થયું તેમાં ૬૭૪ સિંહ નોંધાયા છે.

સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શક્ય બન્યું છે. આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે.

ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે તેમજ ચેકીંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનિટરીંગ યુનિટ કાર્યરત કરીને ૨૯૩ વન્ય પ્રાણી મિત્રો, ૧૬૦ હેકર્સ કાર્યરત કરાઇ છે.

ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ

સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્તિ કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે, તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે.

સિંહોના વિચરણનું સતત મોનિટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલસ લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સીંગ કરવામાં આવી છે.

To Top