Top News

More Posts

   The Latest

Most Popular

સાબરકાંઠા: ગુજરાતના (Gujarat) હિંમતનગરથી (Himmatnagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણસને નગ્ન તેમજ જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય તેવા ચશ્મા (Glasses) પણ મળે છે તે વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે શું હકીકતમાં પણ આવી કોઇ વસ્તુ હોય છે? તમને જોવાનું કૂતુહલ થશે કે તે શું છે. માનવ વર્તનની આ જ વાતનો આરોપીએ ફાયદો ઉઠાવ્યો. આ પ્રકારના ચશ્મા મળે છે એમ કહી આરોપીએ હિંમતનગરમા બે શખ્સો પાસેથી 6.70 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર મામાલામાં 15 આરોપીઓ સામેલ છે. ચશ્મામાં ઇરેડિયમ નામની મેટલ વપરાય છે. જેનો ઉપયોગ મોટા વૈજ્ઞાનિકો (Scientist) સંશોધનો માટે કરે છે. તેવું કહી ઊંઝા તાલુકાના શખ્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. હાલ પોલીસે (Police) હિંમતનગરમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

બે શખ્સ સાથે કરી ઠગાઇ
પ્રથમ ઘટના એવી હતી કે ત્રણ વર્ષ અગાઉ હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા કાળુભાઇ રામલાલ તૈલી એક ગેરેજ પર નરેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો પરમારને મળ્યા હતા. ત્યાર બાદ બંનેએ કાળુભાઇને કહ્યુ હતુ કે અમારી પાસે માણસને કપડા વગરનો જોઇ શકાય તેવા ચશ્મા છે. જેનાથી જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય છે. તેનાથી ગુપ્ત ખજાનો હોય તો પણ મળી શકે છે. પરંતુ તમારે આવા ચશ્મા લેવા હોય તો 50 લાખ રૂપિયા આપવા પડશે. લાલચમાં આવી તેમણે બે વર્ષ પહેલા સાડા ત્રણ લાખ ટ્રાન્સફર કર્યા તેમજ એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીના 70,000 પછીથી આપ્યા હતા. છેલ્લે રૂપિયા આપવા છતાં પણ ચશ્મા ન મળતા તેમણે પરત રૂપિયા માંગ્યા તો આરોપીઓએ હાથ પાછા ખેંચી લીધા હતા. તેથી તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી ઘટના એવી હતી કે ઊંઝાના મહેરવાડાના અરવિંદભાઈ માઘવલાલ પટેલ જમીનની દલાલીનો વ્યવસાય કરે છે. ત્યારે કોઇ કામ આવતા તેઓ ઠગોના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તેણે પણ માઘવલાલને ખાસ ચશ્માં વિશે જણાવતા કહ્યુ હતુ કે તેનાથી માણસને નગ્ન જોઇ શકાય છે. તેમજ જમીનથી નીચે 10 ફૂટ સુધી દાટેલ મેટલ પણ જોઇ શકાય છે. તેમની આ વાત સાંભળી માધવલાલે ટોકન તરીકે 51 હજાર રૂપિયા આપ્યા હતા.

આ રીતે એક શખ્સ માણસોને નગ્ન જોવાના મોહમાં તો બીજો શખ્સ જમીન નીચે દટાયેલા સોનાની લાલચમાં છેતરાયો હતો. આ બાદ બંને ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે તેમની પાસેથી 1.50 લાખ રોકડ, 1 કાર અને 6 મોબાઇલ કબ્જે કર્યા છે. જે મુદ્દે હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

To Top