Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: રાજય (Gujarat)માં આવતીકાલ તા.28મી મેથી આગામી તા.4 થી જુન સુધી 8 મનપા સહિત 36 શહેરોમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. એટલે આવતીકાલથી ગુજરાતમાં કફર્યુ (night curfew)માં એક કલાકની રાહતનો અમલ થશે.

આજે રાજયના ગૃહ વિભાગ (state home dept) દ્વારા બે જુદા જુદા નોટિફિકેશન (notification) બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજયમાં રેસ્ટોરેન્ટસ (restaurant) સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલીવર (home delivery take away)ની સેવા ચાલુ રાખી શકશે . રાજયમાં તમામ દુકાનો , વાણિજયક સંસ્થાઓ , લારી ગલ્લા , શોપિંગ કોમ્પલેકસ , માર્કેટીંગ યાર્ડ , હેર કટિગ સલુન , બ્યૂટી પાર્લર તેમજ વ્યાપારિક ગતિવિધિ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે .

જયારે ગુજરી બજાર , હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચીગ સેન્ટરો ( ઓનલાઈ શિક્ષણ સિવાય ) સિનેમા થીયેટરો , ઓડિટોરિયમ , એસેમ્બલી હોલ , વોટર પાર્ક , જાહેર બાગ બગીચા , મનોરંજન સ્થળો, સ્વિમિંગ પુલ બંધ રહેશે. લગ્ન માટે ઓનલાઈન (DIGITAL GUJARAT PORTAL) પર નોંધણી કરાવવાની રહેશે. જયારે 50 વ્યકિત્ત જ હાજરી આપી શકશે . અંતિમ ક્રિયા – દફન વિધી માટે 20 વ્યકિત્તઓને મંજૂરી રહેશે.સરકારી , અર્ધ સરકારી , બોર્ડ નિગમોમાં , ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફે જ હાજરી આપવાની રહેશે. તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક , સાસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રાખવાના રહેશે.ધાર્મિક સ્થાનો પર દૈનિક પૂજા વિધી પૂજારીએ જ કરવાની રહેશે. પ્રેક્ષકો વગર સ્પોર્ટસ કોમ્પલેકસ – સ્ટેડિયમ ચાલુ રાકી શકાશે. એસટી બસો 50 ટકા ક્ષમતાએ ચાલુ રહેશે.

આ તમામ આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

  • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા આવશ્યક/તાત્કાલિક સેવાઓ ચાલુ રહેશે.
  • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે.
  • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
  • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા ચાલુ રહેશે.
  • તમામ શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
  • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે.
  • અનાજ તથા મસાલા દળવાની ઘંટી ચાલુ રહેશે.
  • ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.
  • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.
  • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન ચાલુ રહેશે.
  • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ ચાલુ રહેશે.
  • પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યોરિટી સેવા ચાલુ રહેશે.
  • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.
  • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા ચાલુ રહેશે.
  • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ ચાલુ રહેશે.
  • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
  • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન, દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
To Top