National

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી

સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ (Antibody cocktail) નો ભારતમાં પ્રયોગ સફળ રહ્યો છે. જે બાદ હવે ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે જીસીજીઆઈ (DCGI) પાસે અનુમતિ માંગી છે. ઝાયડસે મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હરિયાણાના ગુડગાંવમાં 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. તેમને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.

જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે. ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.

ઝાયડસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ થેરાપીથી વધુ લાંબા સમય માટે સુરક્ષા આપશે સાથે જ ગંભીર બીમારીઓ થવાના રિસ્કને ઓછું કરશે. ઝાયડસે આ થેરાપીને ઝેડઆરસી-3308 (ZRC-3308) નામ આપ્યું છે. આ એક મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ છે. જેમાં બે એન્ટી-સાર્સ-કોવ-2 મોનેક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કોરોનાની અસરનો નાશ કરે છે. ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની છે. જેના ક્લિનિકલ ટ્રાયલની હવે ઝાયડસે અનુમતિ માંગી છે.

બીજી તરફ સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ સોમવારે જ ભારતમાં લોન્ચ થઈ હતી. આગામી બેચ 15 જૂન સુધીમાં આવી જશે. એન્ટિબોડી કોકટેલ બે દવાઓ Casirivimab અને mdevimabના મિશ્રણથી બની છે, જે કોઈપણ વાયરસ પર એક જેવી અસર કરે છે. આ કોકટેલ એન્ટિબોડી દવામાં કોરોના પર સમાન અસર કરનાર એન્ટિબોડીઝનું મિશ્રણ છે. એક પેકથી બે કોરોના સંક્રમિતોની ટ્રીટમેન્ટ કરી શકાય છે. ભારતમાં આ એન્ટિબોડીનું માર્કેટિંગ સિપલા કરી રહી છે.

Most Popular

To Top