Top News

More Posts

   The Latest

Most Popular

મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો કરતા માનસિક રીતે ખૂબ જ થાકી જાય. માનવી ગુસ્સામાં હોય ત્યારે ન કરવાના કામો પણ કરી નાંખે છે. મન સ્થિર હોય ત્યારે માનવીને સારા વિચારો આવતા હોય છે. મનથી થાક લાગે ત્યારે માનવી આળસુ, બની જાય. દા.ત. ‘મન હોય તો માળવે જવાય.’ કેટલીકવાર માનવી ઊંડા વિચારોમાં ડૂબે અને તે ડીપ્રેશનમાં આવી જાય. ડીપ્રેશનમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ છે. ડીપ્રેશન આવે ત્યારે માનવી મનથી તૂટી પડે છે. આ સ્થિતિમાં દવા વારંવાર લાંબો ટાઇમ સુધી લેવી પડે અને કાઉન્સેલિંગ માટે વધારે સમય સુધી સીટીંગ કરવાથી ડીપ્રેશનમાંથી મહામુશ્કેલીથી બહાર આવી શકાય. શારીરિક કસરતોથી માનવી સ્વસ્થ રહી શકે. મનમાં સારા નરસા વિચારો કરવામાં મગજને અનેક ગણો થાક લાગી જાય. મનથી થાકેલો માનવી જલદી હાર માની લે છે. માટે સંતો કહે છે કે સત્સંગ આવશ્યક છે.
સુરત -સુવર્ણા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top