Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન (salabatpura police station)માં ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રશેખર પનારા (Psi panara) દારૂ પીને ડ્યૂટી (On duty drinking) કરતા હોવાની પોલીસ કંટ્રોલરૂમમાં અસલમ સાયકલવાલા દ્વારા ફરિયાદ (Complaint) કરવામાં આવી હતી. પીએસઆઈ પનારાને માઉથ એનાલાઈઝરથી ચેક કરતાં નીલ આવતા ખોટી ફરિયાદ કરી હોવાનું સાબિત થતા પીએસઆઈ દ્વારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર (Past councilor)ની સામે ગુનો દાખલ કરાયો છે.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે પીએસઆઈ ચંદ્રશેખર પનારા અને તેમની ટીમ કરફ્યુ દરમિયાન પેટ્રોલીંગમાં હતી. ત્યારે રાત્રે એકાદ વાગ્યે સલાબતપુરા ફૈજા ભગત ચોક પાસે શેખ મેહબુબ શેખ મોહમદ (ઉ.વ.34) તથા કમાલુદ્દીન શાહાબુદ્દિન શેખ (ઉ.વ.38) (બંને રહે.રઝાનગર ભાઠેના)ને રસ્તે રખડતા પકડ્યા હતા. બંનેને પોલીસ સ્ટેશન લવાયા હતા. દરમિયાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા બંનેની ભલામણ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પરંતુ તેમની ભલામણ ગ્રાહ્ય નહીં રાખી બંને પકડાયેલા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવતા અસલમ સાયકલવાલા ત્યાંથી જતા રહ્યા હતા.

બાદમાં ટ્રાફિક સર્કલ-2ના પીઆઈ જે.એસ.ગામીત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. અને તેમને પીએસઆઈ પનારા દારૂ પીધેલી હાલતમાં ફરજ નિભાવી રહ્યા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હોવાનું જણાવ્યું હતું. પીએસઆઈ પનારાને પહેલા આલકોહોલ એનાલાઈઝરથી ચેક કરતા નીલ બતાવ્યું હતું. અસલમ સાયકવાલાની ભલામણી ગ્રાહ્ય નહીં રાખતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં ખોટી રીતે ફોન કરીને પીએસઆઈ પનારા સામે આક્ષેપ કર્યો હતો. જેને પગલે પીએસઆઈ દ્વારા અસલમ સાયકલવાલાની સામે ખોટી રીતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવા બદલ, જાહેરનામા ભંગ કરી નાસી જવા બદલ ગુનો દાખલ કર્યો હતો.

મેડિકલ તપાસ નહીં કરી પોલીસે PSI પનારાને બચાવી લીધો: પૂર્વ કોર્પોરેટર
કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, પીએસઆઈ પનારાએ નશો કર્યો હતો. આ અંગે ફરિયાદ કરી છતાં માત્ર માઉથ એનાલાઈઝરથી ચેક કરાયું હતું. પીએસઆઈ પનારાનું કેમ નવી સિવિલમાં ચેકઅપ નથી કરાયું? જો બ્લડ સેમ્પલ લઈને તપાસ કરાઈ હોત તો ચોક્કસ નશો કર્યો હોવાનું સામે આવ્યું હોત. પરંતુ પોલીસ તેમની ચામડી બચાવવાનો પ્રયાસ કર્યો છે.

To Top