National

મર્યા બાદ માણસ બોજ થઇ ગયો: કોઈ અંતિમ સંસ્કાર નઈ, સીધો પુલ પરથી નદીમાં વિસર્જિત

ઉત્તરપ્રદેશ: લખનૌના બલરામપુર (balrampur)માં એક હ્ર્દય ઝંઝોળતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બપોરના સમયે વરસાદ દરમિયાન (during rain) તુલસીપુર હાઈવે પર રાપ્તી નદી (rapti river)ના સીસાઇ ઘાટ પરથી મૃતદેહ (dead body) લઈ જનાર કોરોના પીડિત પરિવારના સભ્યો દ્વારા નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટનાંનો વીડિયો વાયરલ (video viral) થતાં વહીવટ અને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

જે બાદ એડીએમ એકે શુક્લાએ સીએમઓને તપાસ સોંપી હતી. સીએમઓ ડો.વી.બી.સિંહે જણાવ્યું હતું કે તપાસ બાદ (after inquiry) જાણવા મળ્યું છે કે, શોહરતગઢ જિલ્લાના સિદ્ધાર્થ નગરમાં રહેતા પ્રેમનાથ મિશ્રાને 25 મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેના ભત્રીજા સંજય કુમારે પ્રેમનાથને સારવાર માટે જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન પ્રેમનાથનું 28 મેના રોજ અવસાન થયું હતું. 29 મેની બપોરે પ્રેમનાથની લાશ કોરોના પ્રોટોકોલ (corona protocol) હેઠળ ભત્રીજા સંજય કુમારને સોંપી દેવામાં આવી હતી.

મૃતદેહને ઘરે લઈ જતાં સંજયકુમાર અને તેના સાથીએ વરસાદની વચ્ચે મૃતદેહને પુલ પરથી રાપ્તી નદીમાં ફેંકી દીધો હતો અને નાસી છૂટ્યયા હતા. જો કે આ તમામ યુવકો અન્ય રાહદારીઓથી અજાણ હોય મૃતદેહ ફેંકી રહ્યા હતા ત્યારે કારમાંથી પસાર થતા કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. કહી શકાય કે આ વીડિયો ચોક્કસથી માનવ સંવેદનાઓને આઘાતજનક છે.  સંજયકુમાર અને તેના અજાણ્યા ભાગીદાર વિરુદ્ધ રોગચાળા અધિનિયમ હેઠળ દેહાત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. દેહાત પોલીસ ઇન્સ્પેકટર વિદ્યાસાગર વર્માએ જણાવ્યું હતું કે આ એક નિંદનીય ઘટના છે, હાલ તો તમામ યુવકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

કોરોના સમયગાળા દરમિયાન, રાજ્યના અનેક જિલ્લાઓમાં ગંગા નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહો ઉતરતા જોવા મળ્યા હતા, જેમાં રાજ્ય સરકાર નિશાન હેઠળ આવી હતી. ત્યારે લોકોમાં સામાન્ય માન્યતા એ હતી કે કોરોના ચેપને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થતાં, મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યા નથી. જેનાથી સાબિત થઇ રહ્યું છે કે હવે મર્યા બાદ માણસનું કોઈ મહત્વ રહ્યું નહીં અને જાણે મર્યા બાદ માણસ બોજ થઇ ગયો હોય એમ તેને અંતિમ સંસ્કાર પણ નસીબ નથી થતા અને તેના મૃતદેહનો નિકાલ કરવામાં જ મથામણ કરવામાં આવે છે. ત્યારે લાશનો રાપ્તી નદીમાં ફેંકી દેવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Most Popular

To Top