Top News

More Posts

   The Latest

Most Popular

એવું લાગે છે કે હિન્દી ફિલ્મો પરનું દક્ષિણનું વર્ચસ્વ હવે રોકાયું રોકાય તેમ નથી. દક્ષિણની ડબ્ડ ફિલ્મો તો લોકો જુએ જ છે અને એજ રીતે અત્યારે હિન્દીમાં સૌથી વધુ રિમેક પણ દક્ષિણની ફિલ્મોની જ બને છે. અન્ય એક વાત એ પણ છે કે દક્ષિણના નિર્માતા અને સ્ટાર્સ હવે તમિલ, તેલુગુ, મલયાલમ સાથે જ હિન્દીમાં પણ ફિલ્મો બનાવે છે તેથી તેમનું માર્કેટ જબરદસ્ત મોટુ થઇ ગયું છે. સ્વાભાવિક રીતે જ તેઓ મોટા બજેટ સાથે ફિલ્મો બનાવી શકે છે. જોતજોતામાં તેઓ હિન્દી ફિલ્મો જેટલા પ્રેક્ષક મેળવે તે તેનાથી વધારે પ્રેક્ષક મેળવી શકે છે. દક્ષિણની ફિલ્મોએ હિન્દીમાં પણ વર્ચસ્વ સ્થાપવું છે એટલે હિન્દીની અભિનેત્રીઓ ઉપરાંત અભિનેતાઓને પણ તક આપે છે. અલબત્ત, તેને તેઓ હીરો નથી બનાવતા પણ વિલન તરીકેની જગ્યા આપે છે. વિવેક ઓબેરોયથી માંડી અક્ષયકુમાર દક્ષિણની ફિલ્મોમાં વિલન રહી ચુકયા છે.

દક્ષિણની ફિલ્મવાળા વિચારે છે કે હિન્દી ફિલ્મના પ્રેક્ષકોમાં જો હોલીવુડના ફિલ્મો અને તેના સ્ટાર્સ સફળ થઇ શકે તો આપણે શા માટે નહીં? અને ડબ્ડ વર્ઝનમાં જો દક્ષિણના સ્ટાર્સ પસંદ કરાતા હોય તો ઓરિજીનલ હિન્દીમાં ય પસંદ કરાશે. રજનીકાંતને હિન્દીમાં સફળતા ન મળી તો ભલે ન મળી પણ હવે ઇન્ડિયન ફિલ્મોનું બજાર ઘણું બદલાઇ ગયું છે. જો તેમાં હોલીવુડની ફિલ્મો મોટો ભાગ લઇ જતી હોય તો સાઉથ કેવી રીતે બાકી રહી જાય? વળી હિન્દી ફિલ્મ કરતાં મોટી ફિલ્મ બનાવવાની ક્ષમતા બાબતે તેઓ ઘણા તૈયાર છે. ટેકનિક બાબતે પણ તેઓ હિન્દીને હંફાવે છે. પ્રભાસ, ધનુષ, વિજય દેવરકોન્ડા દક્ષિણમાં મોટા સ્ટાર્સ છે એટલે હિન્દીમાં જોખમ ખેડવા તૈયાર છે. સામાન્યપણે તેઓ એકશન ફિલ્મો વધારે બનાવે છે.

Vijay Devarakonda, Mehreen Pirzada And Others At The NOTA Press Meet

એટલે તેમાં સ્ટાર્સનું સ્થાન જૂદું હોય છે. તેઓ અહીં ‘દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે’ યા ‘કુછ કુછ હોતા હે’ યા ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી ફિલ્મો બનાવવા માંગતા નથી. રોમેન્ટિક હીરો તરીકે સાઉથના સ્ટાર્સને હજુ પસંદ કરવામાં મુશ્કેલી છે. આ બધું દક્ષિણના ફિલ્મોદ્યોગવાળા જાણે છે પણ તેના પડકારો ઝીલવા તેઓ તૈયાર છે. અત્યારે ભારતમાં સફળ થતી ફિલ્મોમાં હિન્દીની વધુ દક્ષિણની ફિલ્મો છે. તેમની પાસે તેમના પ્રેક્ષક છે જે મલ્ટીપ્લેકસના સમયમાં પણ જળવાયો છે. ત્યાંના પ્રેક્ષક હિન્દી યા હોલીવુડની ફિલ્મો જોતા નથી અને ત્યાંનો ફિલ્મોદ્યોગ હિન્દી યા હોલીવુડને ઘુસવા ય દેતો નથી.

તે લોકો બીજાને પોતાની ફિલ્મો ડબ કરીને બતાવે પણ હિન્દી ફિલ્મો યા હોલીવુડની ફિલ્મોનાં ડબ વર્ઝન તેઓ જોતાં નથી. દક્ષિણની ફિલ્મોના દિગ્દર્શકોમાં મણી રત્નમ પછી રાજામૌલી જોરમાં છે. સંગીતકારોમાં એ.આર. રહેમાનનો પ્રભાવ તો હોલીવુડ સુધી વિસ્તર્યો છે. રજનીકાંત વિદેશોમાં પણ સફળ સ્ટાર્સ છે. આવા ‘માસ્ટર્સ’ સર્જનારું સાઉથ હવે હિન્દી ફિલ્મો પર વર્ચસ્વ ભોગવીને જ રહેશે. હિન્દીવાળા કરતાં તેઓ સંગઠીત પણ વધારે છે એટલે રાહ જુઓ કે તેઓ કયારે વિજેતા બની છવાઇ જાય!

To Top