Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી વિશેષ ડેઇલી ટ્રેન સહિત પાંચ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સ્પે. ટ્રેન મુંબઇથી રોજ સાંજે 17:55 કલાકે મુંબઇ સેન્ટ્રલથી ઉપડી રાત્રે 10:35 કલાકે સુરત આવી પહોંચશે. જયારે સુરતથી આ ટ્રેન સવારે 5:40 કલાકે ઉપડીને સવારે 10:20 કલાકે મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચશે.

આ ટ્રેન બંને તરફ અંધેરી, બોરીવલી, પાલઘર, દહાનુ, વાપી, વલસાડ, બિલિમોરા, અમલસાડ, નવસારી, મરોલી સચિન અને ઉધના સ્ટેશન ઉભી રહેશે. આ ઉપરાંત ઉધના-જયનગર સ્પે. સાપ્તાહિક ટ્રેન દર રવિવારે સવારે 8:35 કલાકે ઉધનાથી ઉપડી બીજા દિવસે સાંજે 6:20 જયનગર સ્ટેશન પર પહોંચશે.

જયારે જયનગરથી દરેક ગુરુવારે રાત્રે 23:50 કલાકે પ્રસ્થાન કરી ત્રીજા દિવસે સવારે 9:35 કલાકે ઉધના રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. બાન્દ્રા ટર્મિનસ-જયપુર ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પે. ટ્રેન પ્રત્યેક મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ બાન્દ્રા ટર્મિનસથી નીકળશે.

જયારે જયપુરથી આ ટ્રેન દરેક સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉપડીને બાન્દ્રા ટર્મિનસ જશે. હિસાર-કોયંબટૂર સાપ્તાહિક એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન, અજમેર-એર્નાકુલમ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પે.ની જાહેરાત કરવામાં આવી છે. જે તમામ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેશે.

To Top