Top News

More Posts

   The Latest

Most Popular

GANDHINAGAR : અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો ભર ગરમીમાં રેમડેસિવિર ઈન્જેકશ ખરીદવા માટે આધાર કાર્ડની ઝેરોક્ષ, તબીબનું પ્રિસ્કીપ્શન સાથે સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા હતા. પહેલા નોટબંધી વખતે જુની ચલણી નોટો બદલવા માટે લોકો લાઈનોમાં ઊભા રહ્યા હતા. હવે સ્વજનોના જીવ બચાવવા માટે રેમડેસિવિર ઈન્જેકશની ખરીદી કરવા લાઈનો લગાવવી પડી રહી છે.

રાજયમાં રેમડેસિવિર ઈન્જેકશની તંગી પેદા થવા પામી છે. બીજી તરફ સુરત ભાજપ દ્વારા એકી સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશ જરૂરિયાત મંદ દર્દીઓને આપવાની જાહેરાત સાથે તેનું વિતરણ શરૂ કરી દેવાયું છે. એક રીતે સુરતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ શરૂ કરી દેવાતાં રૂપાણી સરકારને નીચા જોવા જેવું થયું છે. કોંગીના સિનિયર ધારાસભ્ય સી.જે. ચાવડાએ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે અમને પણ 2500 રેમડેસિવિર ઈન્જેકશન આપો અમે અમારા મત વિસ્તારમાં તેનું વિતરણ કરવા માંગીએ છીયે.

અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.
પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો ભર ગરમીમાં રેમડેસિવિર ઈન્જેકશ ખરીદવા માટે આધાર કાર્ડની ઝેરોક્ષ, તબીબનું પ્રિસ્કીપ્શન સાથે સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા હતા. પહેલા નોટબંધી વખતે જુની ચલણી નોટો બદલવા માટે લોકો લાઈનોમાં ઊભા રહ્યા હતા. હવે સ્વજનોના જીવ બચાવવા માટે રેમડેસિવિર ઈન્જેકશની ખરીદી કરવા લાઈનો લગાવવી પડી રહી છે. રાજયમાં રેમડેસિવિર ઈન્જેકશની તંગી પેદા થવા પામી છે.

ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટની ઓફિસમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા સ્ટેનોગ્રાફર કિરિટસિંહ ગોલનું રવિવારે કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ ઘણાં લાબા સમયથી ગૃહ વિભાગમાં ફરજ બજાવતાં હતા. અગાઉ ગૃહ વિભાગમાં બજેટ બ્રાન્ચમાં ફરજ બજાવતા અતુલ વખારિયાનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું. હાલમાં ગૃહ વિભાગમાં આંતરીક રીતે લેવાયેલા નિર્ણય મુજબ જરૂરિયાત મુજબ 50 ટકા સ્ટાફે જ ઓફિસમાં કે બ્રાન્ચમાં આવવું. સ્ટાફે અંદરોઅંદરની સંમતિથી એક દિવસ રજા રાખીને બીજા દિવસે ફરજ પર આવવું તેવુ નક્કી કરાયુ છે.

To Top