Business

ચાલુ નાણાકીય વર્ષે GDPમાં 7.7 ટકાનો અંદાજિત ઘટાડો થવાની સંભાવના: આર્થિક સર્વે રજૂ કરાયો

નવી દિલ્હી (New Delhi): શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં ગયા વર્ષે કોરોના દરમિયાન અર્થતંત્રને કેટલું નુકસાન થયુ એનું ચિત્ર સામે આવ્યુ છે. આ સર્વે મુજબ નાણાકીય વર્ષ 2020-21માં દેશનો GDP માઇનસ 7.7 ટકા હશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો થઇ શકે છે. આ સિવાય સૌથી મહત્વની વાત એટલે એ કે આ સર્વે મુજબ આગામી નાણાકીય વર્ષ 2021-22 માં 11 ટકાનો વધારો થશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો થશે.

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા સર્વે મુજબ કોરોના કારણે લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે GDPમાં 10 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. જણાવી દઇએ કે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં GDPમાં લગભગ 24 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top