Top News

More Posts

   The Latest

Most Popular

ડોદરા: મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં ઢોર મુક્ત શહેર બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે ૧૫૦ જેટલા પશુપાલકો સાથે મિટિંગ યોજાઈ હતી, પરંતુ મિટિંગમાં ગોપાલકોના પ્રશ્નોને સમાધાન ન થતા ફરી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, પાલિકાની ટીમ દ્વારા ત્રણ દિવસમાં 83 ઢોર ડબ્બામાં પૂર્યા હતા. જ્યારે આજે પ્રથમ પારી માં 16 ઢોર ડબ્બામાં પૂર્યા હતા. મહાનગર પાલિકાની ઢોર ડબ્બે પૂરવાની કામગીરીથી શહેરીજનો ખુશ થઈ ગયા છે.

રખડતાં ઢોરોના કારણે શહેરમાં અનેક મોત નિપજ્યા છે તથા ગોપલાકો દ્વારા જાહેર માર્ગ પર ઢોર ડબ્બાને જોઈને ભગાડવામાં  આવતાં ઢોરોના કારણે અનેક લોકોને ઈજાઓ થવાના પણ િકસ્સા નોંધાયા હતા. જાહેર માર્ગે રખડતાં ઢોરોના કારણે પૂરો પૂરો રોડ બ્લોક થઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના વાડી શાસ્ત્રીબાગથી વાઘોડિયા રોડ જવાના માર્ગ રખડતાં ઢોરોના કારણે એક તરફનો માર્ગ બંધ કરી દીધો હોય તેવો આભાસ સર્જાય છે. આ ઉપરાંત હાથીખાના, કિશનવાડી અને ખોડિયારનગરમાં તો દરરોજ સવાર સાંજ રખડતા ઢોરો રસ્તે દેખાય છે અને અનેક વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં શહેરમાંથી ઢોર મુકત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની સૂચના ને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને સંગઠન એક્શન માં આવ્યું છે. પશુપાલકો સાથે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી મીટિંગમાં સુખદ સમાધાનના થતા ફરી 8 તારીખના રોજ ભાજપ કાર્યાલય ખાતે પશુપાલકના 5 આગેવાનો સાથે તેમના પ્રશ્નોને લઈને ફરી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ રસ્તા પર રખડતા હોય તેને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. પરંતુ હજુ પણ ઢોરો રસ્તા પર રખડે છે .શહેરના હાથીખાના, કલ્યાણ નગર, ખોડીયાર નગર ,શાસ્ત્રી બાગ ખાતે ઢોરોનું ઝુંડ રસ્તા પર દેખાય છે.

ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડ એ જણાવ્યું હતું કે સુરતમાં જે પ્રમાણે પશુપાલકોને જગ્યા સાથે વ્યવસ્થા આપવામાં આવી છે. તેવી રીતે વડોદરામાં પણ તમામ સુવિધા સાથે આપવામાં આવે અને એક રૂમ ની પણ વ્યવસ્થા કરવામાં આવે. પશુપાલકોને કેટલાક પ્રશ્નોને લઈને 8 તારીખે મિટિંગમાં મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે. જેમાં પશુઓને રાખવા માટે જગ્યા ક્યાં ફાળવવામાં આવશે, શું સુવિધાઓ આપવામાં આવશે, એક ગાયને કેટલી જગ્યા આપવામાં આવશે, રહેવા માટે રૂમની વ્યવસ્થા આપવામાં આવશે કે નહીં એવા અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવનાર છે. પાલિકા અને સંગઠન દ્વારા જે પાસાંઓ નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નથી. મહાનગરપાલિકા દ્વારા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .તેને લઈને પાલિકાની ઢોર પાર્ટી ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ 3 દિવસ ના અભિયાન માં 83 જેટલી  રખડતા ઢોર ને ઢોર ડબ્બામાં પૂર્યા હતા. પ્રથમ શિફ્ટમાં 16 ઢોરને ડબ્બામાં પૂર્યા હતા. જોકે આગામી દિવસમાં અભિયાન ને વધું પાલિકા કડક એક્શન લઈને કામગીરી કરવામાં આવશે.

શહેરના નાગરિકોનું હિત અને પશુપાલકો હિત સચવાય તેવો નિર્ણય લેવો જોઈએ

કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે વારંવાર સભામાં રખડતા ઢોરને લઈને રજૂઆત કરવામાં આવી છે. શહેરની હદ વધતા ગામોનો સમાવેશ થતાં પશુપાલકને ઘાસચારા માટે દૂર જવું પડે છે. ખેતરો નજીકમાં હોતા નથી. પશુપાલકોની રોજગારી ઢોર પર જ હોય છે .શહેરમાં ચાર ઝોનમાં ગોચરની જમીન પશુપાલકોને ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે. ત્યારબાદ ગાયો નો સર્વે કરે અને જગ્યા આપે પશુપાલકો જવા માટે તૈયાર છે .પરંતુ તેઓને પરિવાર માટે રેહવા ની પણ વ્યવસ્થા આપવામાં આવે. બરોડા ડેરીમાં પણ પશુપાલકોને જ દૂર થાય છે. પાલિકા અને સંગઠન કડક નિર્ણય ન લે જેથી પશુપાલકોને પરિવારને નુકસાન થાય.ઢોર અકસ્માત કોઈનું મોત મૃત્યુ થાય છે તેનું અમને દુઃખ પણ છે. પાસ ની કલમ લગાવી ના જોઈએ એમના પરિવાર પર આફત આવે એવું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવે. શહેરના નાગરિકોનું હિત અને પશુપાલકો હિત સચવાય તેવો નિર્ણય તંત્ર એ લેવો જોઈએ.

To Top