SURAT

સુરતી યુવાન ગોવાથી દારૂ લાવ્યો, એરપોર્ટ પર બેગ એક્સચેન્જ થઈ અને..

સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) ઉપર ગોવાથી (Goa) આવેલી ફ્લાઈટમાં એક યુવક ત્રણ દારૂની (Alcohol) બોટલ સાથે પકડાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા આ યુવકની બેગ અન્ય એક પેસેન્જરની બેગ સાથે એક્સચેન્જ થતા પોલીસે તેને પકડ્યો હતો. ત્યારે પેસેન્જર પણ ચોંકી ગયો હતો અને આ બેગ તેની નહીં હોવાનું જણાવતા સ્પષ્ટતા થઈ હતી.

  • વકીલે દારૂની બોટલો ભરેલી બેગ પોતાની નહીં હોવાનું કહેતા પોલીસે તપાસ કરતાં બેગ સુરતના કુશ અસીજાની નીકળી
  • બેગ અને દારૂની બોટલો પોતાની હોવાની કુશ અસીજાની કબૂલાતને પગલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો
  • બેગમાંથી દારૂની 3 બોટલ મળી આવી હતી

સુરત એરપોર્ટ પોલીસ ગઈકાલે રાત્રે ગોવાથી આવેલી ફ્લાઈટના પેસેન્જરોની તપાસ કરતી હતી. ત્યારે ભરૂચના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય પરેશભાઈ પંડ્યાની પાસે રહેલી બેગ તપાસી હતી. દરમિયાન તેમાંથી દારૂની 3 બોટલ મળી આવી હતી. પોલીસે તેમને પુછતા તેઓ ચોંકી ગયા હતા અને બાદમાં બેગ તપાસી આ બેગ તેમની નહીં હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે ફ્લાઈટના સ્ટાફ સાથે ખાત્રી કરાવતા આ બેગ તેમની નથી પણ અન્ય પેસેન્જરની સાથે એક્સચેન્જ થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસે બેગના માલીકને શોધીને તેનું નામ પુછતા પોતાનું નામ કુશ અનિલભાઈ અસીજા (ઉ.વ.23, રહે.ચંદનપાર્ક સોસાયટી, સિટી લાઈટ) હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય 6480 રૂપિયાની કિમતની દારૂની બોટલ પણ તેની હોવાની કબૂલાત કરી હતી. ડુમસ પોલીસે તેની વિરુદ્ધ દારૂનો કેસ કરી વધારે કાર્યવાહી હાથ ધરી હતી.

ઉંભેળ ગામની હદમાં દારૂનો જથ્તો પકડાયો

કામરેજ: કામરેજ તાલુકાના ઉંભેળ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર મહિન્દ્ર પીકઅપ ગાડી નંબર MH 39 AD 527માં દારૂ ભરીને જઈ રહી હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી. જેથી પોલીસે સ્ટાફ સાથે વાવ ગામની સીમમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી મહિન્દ્ર પીકઅપને પોલીસે પકડી તેમાં તલાશી લેતાં કુલ દારૂની 2160 બોટલ કિંમત 1,86,000 મળતાં પીકઅપ કિંમત 3,50,000 મળી કુલ રૂ. 5,36,000નો મુદામાલ પકડી પાડ્યો હતો. પીકઅપનો ચાલક ફરાર થઈ ગયો હતો. કામરેજ પોલીસે પ્રોહીબીશન એકટ હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top