Top News

More Posts

   The Latest

Most Popular

સંયુકત રાષ્ટ્ર (યુ.એન.) ખાતેના આપણા દેશના સ્થાયી દૂત ટી.એન. તિરુમૂર્તિએ તાજેતરમાં જણાવે છે કે આતંકવાદ વિરુધ્ધની વૈશ્વિક રણનીતિ સિલેકટીવ છે. તેમણે યુ.એન.ને બૌધ્ધ અને શીખ ધર્મ વિરુધ્ધ ધાર્મિક ભેદભાવની સાથે સાથે હિન્દુ ફોલીયાને વૈશ્વિક આતંકવાદ વિરોધી રણનીતિ ખામીઓથી ભરેલી અને સીલેકટીવ છે જે ૯/૧૧ ના અમેરિકા પરના હુમલા બાદ ‘આતંકવાદ સામે યુદ્ધ’ માં વૈશ્વિક સહમતીથી મેળવાયેલ ઉદ્દેશથી અલગ છે. ‘હિંસક રાષ્ટ્રવાદ’ અને ‘જમણેરી ઉગ્રવાદ’ જેવા શબ્દો આતંકવાદની પરિભાષામાં સામેલ ન કરવા જોઇએ કેમકે તેનાથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇ નબળી પડશે. તિરુમૂર્તિએ આગળ જણાવેલ હતું કે યુએનના ઘણા સભ્યો તેમના રાજકીય, ધાર્મિક કે અન્ય ઉદ્દેશથી પ્રેરાઇને વંશીય અને જાતીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ, હિંસક રાષ્ટ્રવાદ અને જમણેરી ઉગ્રવાદ જેવા શબ્દોને આતંકવાદ સાથે જોડવા પ્રયાસ કરી રહ્યા છે.

સંયુકત રાષ્ટ્ર ઇસ્લામી ફોબિયા, ઇસાઇ ફોબિયા અને યહૂદી ફોબિયા જેવા અબ્રાહ્મીક મતો વિરુધ્ધ ઉન્માદ અને હિંસા માટે સતત ચિંતા દાખવ્યા કરે છે પરંતુ ગેર અબ્રાહ્મીક ધર્મપંથો જેવા કે હિન્દુ, શીખ અને બૌધ્ધ વિરુધ્ધ તેમજ સનાતન ધર્મના સહિષ્ણુતા વિરુધ્ધના વાતાવરણ પ્રત્યે સાવ મોળું વલણ દાખવે છે.  આપણા સેકયુલર અને ઉદારવાદી બુધ્ધિજીવીઓ પણ હિન્દુ ધર્મને એક સહિષ્ણુ ધર્મ ગણાવે છે પરંતુ તેમને બિન અબ્રાહ્મીક મત પંથો (ઇસ્લામ, ઇસાઇજ અને યહૂદી) વિશે પૂછવામાં આવે છે. ત્યારે તે સવાલને જ ઉડાવી દેતા નજરે પડે છે ત્યારે સહનશીલતા એક એવો નોંધપાત્ર ગુણ છે જે વિશ્વ શાંતિના હિતમાં સૈધ્ધાંતિક રૂપે પોષિત કરવો પડે છે. ટી.એસ. તિરુમૂર્તિની યુનો જેવા વૈશ્વિક સંગઠનના પૂર્વગ્રહની આ પ્રથમ વારની કડવા સત્ય જેવી અતિ અગત્યની વાત વિશ્વને શાંતિના યોગ્ય રસ્તે લઇ જનારી તેમજ વિશ્વના આતંકવાદોને રોકનારી હોઇ આવકાર્ય છે અને તેથી અભિનંદનીય છે જેની નોંધ વિશ્વ સમાજના હિતમાં યુનોએ હવે ત્વરિત લઇને યોગ્ય પગલાં લેવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top