સુરત : પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) માધ્યમથી દરેકને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM...
મણિપુર: મણિપુરમાં (Manipur )કુકી સમુદાયની બે મહિલાઓ સાથે થઇ ક્રૂરતાના વાયરલ વીડિયોએ (Viral video) સમગ્ર દેશને (India) શર્મસાર કર્યુ હતું. જો કે...
સુરત: શહેરના વેડરોડ (VedRoad) ખાતે રહેતી ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે સોસાયટીમાં રહેતા યુવકે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થીનીને ગર્ભ રહી જતાં...
સુરત: ઉકાઈ ડેમના (UkaiDam) ઉપરવાસમાં ધોધમાર વરસાદના (HeavyRain) પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં (Inflow) વધારો થયો છે. ડેમમાં 1.30 લાખ ક્યૂસેક પાણીની...
સુરત: ભૂજમાં (Bhuj) ભૂકંપમાં અનાથ થયેલી બાળકીઓનાં લગ્ન છે. તે માટે કરોડો રૂપિયા દાગીના લેવાના છે. આ દાગીનાનાં (Gold Jewellery) સેમ્પલ ભૂજના...
મુંબઈ: શેરબજારમાં (Sensex) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ (Trading) દિવસે શુક્રવારે આજે તા. 21 જુલાઈના રોજ સેન્સેક્સ અને નિફ્ટી (Nifty) બંનેમાં ઘટાડા સાથે ટ્રેડિંગ...
સુરત: હાલમાં દેશમાં હાર્ટ એટેક (Heart Attack) આવવાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરત (Surat) શહેરના પાલ વિસ્તારમાં આવેલી ગજેરા...
સુરત: સુરતમાં દાઉદી વ્હોરા સમાજની દીકરી જહાંબિયા દાગીનાવાલાએ સ્ટાર મિસ ટેન યુનિવર્સલ 2023 નો (MissTenUniversal2023) ખિતાબ જીતી સુરતનું નામ સમગ્ર દેશમાં રોશન...
વડોદરા: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઈ સાંજે સતત બે કલાક ભારે વરસાદ સાથે વિતેલા 24કલાકમાં 54 મીમી નોંધાવા સહિત...
વડોદરા: શહેરનો નવો વિકસતો વિસ્તાર એટલે ભાયલી. આ વિસ્તારમાં નવી નવી અનેક સ્કીમો આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં માળખાકીય...
કપડવંજ : ગુજરાત રાજ્યની સરકાર શિક્ષણ પાછળ અઢળક ખર્ચ કરી રહી છે. પરંતુ તે ક્યાં કરી રહી છે ? તે સમજાતું નથી....
ડાકોર,: યાત્રાધામ ડાકોરમાં નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેને પગલે નગરજનો તેમજ...
દુષ્કર્મના આરોપીને દોરડે બાંધીને પોલીસ ખાતાએ ખેરગામ નગરમાં ફેરવ્યો. ઉઠબેઠ પણ કરાવી. આમ જાહેરમાં આરોપીને ફેરવવાનો ખાસ ઉદે્શ એ જ છે કે...
પ્રાચીન કથાઓમાં અદૃશ્ય અવાજ દ્વારા આકાશવાણી થાય એવું કહેવાતું. હવે આપણા ઓલ ઈન્ડિયા રેડિયોને નવા આદેશથી આકાશવાણી નામકરણ થયું. શ્રોતા બોલનારને જોઈ...
આપણા વડાપ્રધાને ફ્રાંસની બે દિવસની મુલાકાત લીધી. આ એ જ ફ્રાંસ છે જ્યાં એકદમ નજીકના ભૂતકાળમાં જબરદસ્ત રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને...
એક શેઠાણી રૂપાળાં અને જાજરમાન. વળી પૈસાનું અભિમાન એટલે સામે જે મળે તેને પોતાનાથી ઉતરતા જ સમજે અને તરત જ નાની વાતમાં...
સુરત: એનએચએસઆરસીએલ (નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) (NHSRCL) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં છેલ્લો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. આ કોન્ટ્રાક્ટ ગતરોજ જ...
જી 30 સમીટની અધ્યક્ષતા ભારતને મળી છે. દેશના જુદા જુદા ભાગોમાં જી 20 દેશોના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) દ્વારા પૂછપરછનો સામનો કરી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ડિટેન્શન સેન્ટર અને ભારતની...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SupremeCourt) શુક્રવારે મોદી સરનેમ (ModiSurname) ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં (Deformation Case) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (RahulGandhi) અરજી...
સુરત: શહેરમાં કૂતરાં કરડવાના બનાવો (Dog Bite Case) બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. ગુરુવારે મોટા વરાછાથી આગળ આવેલા વેલંજામાં (Velanja) 8...
1957 અને 1969ની વચ્ચેના બાર વર્ષના સમયમાં અનેક વાર અમેરિકનો અને રશિયનો અવકાશની હરીફાઈમાં ઊતર્યા હતા. શરૂઆતમાં રશિયનોએ બાજી મારી. તેમણે 1957માં...
ભારતમાં દાયકાઓથી નામશેષ બની ગયેલા ચિત્તાઓને જંગલોમાં ફરી વસાવવાનો પ્રોજેક્ટ આપણી હાલની સરકારે અમલમાં મૂકયો તો ખરો પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ...
માર્કેટા વોન્ડ્રોસોવાએ શવિનવારે જ્યારે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓન્સ જેબુરને સીધા સેટમાં હરાવીને વિમ્બલડન ટાઇટલ જીત્યું તે્ની સાથે જ તેણે એક અલગ ઇતિહાસ...
એલિના સ્વિતોલિના ટેનિસ જગતમાં એક એવું નામ છે જેને તેની ઘણી હરીફ મહિલા ખેલાડીઓ એક પ્રેરણાસ્ત્રોત સમાન માને છે. 2023ના વર્ષની શરૂઆત...
હથોડા: પાલોદ પોલીસ ચોકીના પાછળના ભાગે કીમ-માંડવી રોડ પર આવેલી જે.બી. રો-હાઉસ ખાતે સોસાયટીમાં રહેતા એક પક્ષે પાણીની તંગી પડતાં બોર કરાવવાનો...
વિરાટ કોહલીનું નામ પડતા જ તેના દર્શનીય કવરડ્રાઇવની યાદો તાજી થઇ જાય છે. વિરાટે દરેક પ્રકારના કવર ડ્રાઇવ રમ્યા છે જેના વિશે...
સુરત વિવિધ કળાના કલાકારોની ભૂમિ પણ છે. કોઇ કલાકૃતિઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે તો કોઈ પોતાના હાથે કલાકૃતિઓનું સર્જન કરે છે....
સુરત: સુરતના (surat) શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રામચોકના (Ramchok) ભગત-ભુવાએ પેટના દુ:ખાવા (Abdominal pain) સાથે આવેલા માસુમ બાળકની (child) ચિઠ્ઠી બનાવી પરત...
હાલમાં વરસાદની મોસમ બરાબર જામી ગઈ છે. વરસાદથી બચવા માટે લોકો રેનકોટ અને છત્રી સાથે લઈને કામ-ધંધા પર જતાં જોવા મળી રહ્યાા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત : પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) માધ્યમથી દરેકને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર કહેતા હોય છે કે ઘર એ માત્ર ચાર દીવાલો અને પાકી છતવાળું મકાન નથી પરંતું શ્રદ્ધાનું એવું આગવું સ્થળ છે. જ્યાં પરિવારના સપનાઓ આકાર લેતા હોય છે. પીએમ આવાસ યોજના દેશના સામાન્ય લોકોના સપનાને આકાર આપતી યોજના સાબિત થઈ છે. સુરતના અમરોલી કોસાડ રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી કડિયાકામ કરતાં જીગ્નેશભાઈ હરીશભાઈ કડિયાએ આવાસનું ફોર્મ ભર્યું હતું અને તેમને છાપરાભાઠાના આવાસમાં પોતાનું ઘર મળ્યું છે. તેમનો પરિવાર પોતાનું ઘર મેળવીને આનંદવિભોર થયો છે.

મુળ જામનગર જિલ્લાના માધાપર ગામના વતની જીગ્નેશ હરીશભાઈ કડિયા છેલ્લા 15 વર્ષથી સુરત શહેરમાં કડિયાકામ કરી અન્યના સપનોને આકાર આપવાનું કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જીગ્નેશભાઈનું પણ પોતાના ઘરના ઘરનું સોહામણું સપનું પુર્ણ થયું છે. જીગ્નેશભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લાં 9 વર્ષથી અમરોલી કોસાડ રોડ ખાતે ભાડાના મકાનમાં રહીએ છીએ. ભાડે રહેતા હોઈએ એટલે મકાન માલિકના ઘરે આવવા-જવા, પાણીના વપરાશ, પાર્કિંગ, ડિપોઝીટના પોતાના નિયમો અને મહિનાની છેલ્લી તારીખે ભાડુ આપવામાં મોડું થાય તો હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. આ સાથે ક્યારે ઘર ખાલી કરવા માટે કહેવામાં આવે એનું કંઈ નક્કી રહેતું નથી.
જીગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે ઘરમાં જયારે કોઈ બીમાર પડે ત્યારે ઘરનું ભાડું ભરવામાં અનેક મુશ્કેલી પડે છે, જેના લીધે મકાન માલિકનો ઠપકો અને ખરી-ખોટી વારંવાર સાંભળવી પડતી હતી. જેના કારણે વારંવાર એક મકાનમાંથી બીજા મકાનમાં અને ત્યાંથી ત્રીજા મકાનમાં ભાડે જવું પડતું હતું. વારંવાર મકાન બદલાવાના કારણે મારા દીકરાના અભ્યાસમાં પણ મુશ્કેલી પડતી હતી. જીગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે એક દિવસ સમાચારમાં પત્રમાં જાહેરાત વાંચી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બેંકમાં મળે છે. યોજનાની જાણકારી મેળવી ત્યારે વિશ્વાસ ન્હોતો બેસતો કે અમારા જેવા ગરીબ પરિવારોને આટલા નજીવા દરે સારા વિસ્તારમાં ઘર મળતું હશે. પણ બેંકમાંથી ફોર્મ મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ જમા કર્યું હતું. નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને મકાન માટે મારી પસંદગી થઈ ત્યારે અમારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો હતો.
ભાડાની રકમ ચૂકવતા તે નાણાથી હવે દર મહિને લોનના હપ્તા ભરીશું : જીગ્નેશભાઈ
તેમણે વધુમાં જણાવ્યું કે હવે અમે જે ભાડાની રકમ ચૂકવતા તે નાણાથી હવે દર મહિને લોનના હપ્તા ભરીશું. અમારા માટે ભાડાના ઘરમાંથી મુક્તિ મળી એ જ સૌથી આનંદદાયક ક્ષણ છે. સુરત જેવા મોંઘા અને પૂરઝડપે વિકસીત થતા શહેરમાં છાપરાભાઠા જેવા વિસ્તારમાં રૂ. 25 લાખની બજાર કિંમતે મળતો ફ્લેટ પીએમ આવાસ યોજનામાં માત્ર રૂ. 5.50 લાખમાં અમને નજીવા દરે ઉપલબ્ધ થયો છે. પોતાનું સ્થાયી મકાન મળતાં હવે દિકરાને પણ અભ્યાસમાં પડતી મુશકેલીઓથી છુટકારો મળ્યો છે. અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે સુરત જેવા મેગા સિટીમાં પોતાનું ઘર બનશે. પરંતુ સરકારની સહાય થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.
આવાસોમાં માયવન ટેક્નોલોજી પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે
જો વાત કરીએ તો છાપરાભાઠા વિસ્તારમાં આવેલા આવાસોમાં માયવન ટેક્નોલોજી પ્રકારનું બાંધકામ, આંતરિક રસ્તાઓ, પાર્કિંગ સગવડ, લિફ્ટ, પાણીની વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયરફાઈટીંગ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ અને નિકાલ, કેમ્પસ ગાર્ડનિંગ, આપાત કાલીન પરિસ્થિતિમાં ડિઝલ જનરેટર,સોલાર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ છે.