Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) હાંગઝોઉ એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલ (Gold Medal) મેચમાં ભારતે 2018ના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તે જ સમયે, 2023 અને 2014 પહેલા, ભારતીય પુરુષ હોકી ટીમે 1966 અને 1998 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે જાપાન પર શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. આ પછી, ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બે-બે ગોલ કર્યા. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ) અને અભિષેકે (48મી મિનિટ) ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ તનાકા સીરેને કર્યો હતો.

પૂલ રાઉન્ડમાં પણ બંને ટીમો સામસામે આવી હતી. ત્યારબાદ ભારતે જાપાનને 4-2થી હરાવ્યું હતું. હવે બંને ટીમો ફરીથી આમને-સામને છે. સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 5-3થી અને જાપાને ચીનને 3-2થી હરાવ્યું હતું. કોરિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં ચીનને 2-1થી હરાવ્યું હતું.

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. એશિયન ગેમ્સની વર્તમાન આવૃત્તિમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. તેણે ગ્રુપ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ રાઉન્ડમાં 58 ગોલ કર્યા હતા. તેની સામે માત્ર પાંચ ગોલ થયા હતા. સેમીફાઈનલમાં પણ ભારતે પાંચ ગોલ કર્યા હતા. જોકે, દક્ષિણ કોરિયા પણ ત્રણ ગોલ કરવામાં સફળ રહ્યું હતું.

એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષ હોકી ટીમની સફર-

  • પ્રથમ મેચ: ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું
  • બીજી મેચઃ સિંગાપોરને 16-1થી હરાવ્યું
  • ત્રીજી મેચ: જાપાનને 4-2થી હરાવ્યું
  • ચોથી મેચઃ પાકિસ્તાનને 10-2થી હરાવ્યું
  • પાંચમી મેચઃ બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું
  • સેમિફાઇનલ: દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું

તે જ સમયે, જાપાનની ટીમને પૂલ રાઉન્ડમાં ભારત સામે માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેણે બાંગ્લાદેશને 7-2, ઉઝબેકિસ્તાનને 10-1, સિંગાપોરને 14-0 અને પાકિસ્તાનને 3-2થી હરાવ્યું હતું. જાપાને સેમી ફાઇનલમાં ચીનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

To Top