SURAT

હવે કચરાના નિકાલ માટે કોમર્શિયલ સંસ્થાએ ચૂકવવો પડશે આટલો ચાર્જ

સુરત: (Surat) સુરત મનપા (municipal corporation) દ્વારા વર્ષ 2016માં પબ્લીક હેલ્થ બાયલોઝ નકકી કરીને સરકારની મંજુરી માટે મોકલી અપાયા હતા. જેમાં સરકાર દ્વાર અપાયલા નિર્દેશો અનુસાર દૈનિક કચરાના જથ્થા માટે ચાર્જમાં ફેરફાર કરાયા હોય સ્થાયી સમિતિમાં આ સુધારો કરતો ઠરાવ મનપા કમિશનરે કરી દીધો છે. રહેણાંક (residential) વિસ્તારને કોઇ નાણા નહી આપવા પડે .

કોણ કોણ છે લિસ્ટમાં ?
આ બાયલોઝમાં કરાયેલા સુધારા મુજબ હવે હોટલ-રેસ્ટોરેન્ટ (restaurant), શોપીંગ મોલ (shopping mall), શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, રેલ્વે સ્ટેશન, તમામ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ તેમજ અન્ય બિન રહેણાંક સંસ્થાઓ અથવા એવી સંસ્થાઓ જેમાં રોજ 50 કીલોથી વધુ કચરો ઉત્પન્ન થતો હોય તેમજ આ સંસ્થા દ્વારા કોમ્પોસ્ટિંગ અથવા પ્રોસેસીંગ કરવામાં ના આવતું હોય તો આ સંસ્થાઓ પાસેથી કિલોદીઠ ચાર્જ વસુલવામાં આવશે.

માસિક 450 થી 1500 રૂપીયાનો ચાર્જ લેવાની જોગવાઇ
દૈનિક 5 કીલોથી 10 કીલો કચરો હોય તો માસિક 450 રૂપીયા, 10 કીલોથી 30 કીલો માટે માસિક 750 રૂપીયા, 30 કીલોથી 50 કીલો માટે માસિક 1500 રૂપીયાનો ચાર્જ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇમાં નર્સીંગ હોમ અને હોસ્પિટલોનો પણ સમાવેશ કરાશે, ઉપરાંત જુદા જુદા હેતુની મિલકતો માટે જુદા જુદા ભાવો નકકી કરાયા છે.

આ તમામ કોમર્શિયલ સંસ્થાએ ચૂકવવું પડશે ચાર્જ

  • જાહેર આયોજનો કરવા જેવા કે પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, બેંકવેટ હોલ, ધર્મશાળા, ધાર્મિક સંસ્થાઓ : વાર્ષિક પ્રિત વર્ગફુટ 2 રૂપીયા સામાન્ય ખર્ચ રાખવામાં આવ્યો છે. જેથી આ સંસ્થાઓ પણ લોકોને અંકુશ રાખવા અપીલ કરી શકે.
  • સામાજિક-ધાર્મિક કાર્યક્રમો જાહેર સભાઓ, લગ્નપ્રસંગો દરમિયાન મંડપ-પંડાલો માટે 50 પૈસા દૈનિક પ્રિતવર્ગ ફુટ અથવા ઓછામાં ઓછા 1000 વહીવટી ખર્ચ માં જે વધારે હોય તે નક્કી કરીને ચૂકવવું પડશે.
  • સામાજિક, ધાર્મિક અને રાજકીય રેલીઓના આયોજકો દ્વારા સુકા અને ભીના કચરાને અલગથી વર્ગીકૃત કરવાનું ફરજીયા કરાયું છે. અથવા તો કાર્યક્રમ દીઠ હાજર રહેનારા વ્યકિતદીઠ 50 પૈસા અથવા ઓછામાં ઓછા 1000 રૂપીયા વહીવટી ખર્ચમાંથી જે વધુ હોય તે સંસ્થાએ નક્કી કરીને પોતે જ ચૂકવવું પડશે.
  • મોટા પ્રમાણમાં ગાર્ડનવેસ્ટ ઉત્પન્ન થતો હોય તે સોસાયટીઓમાં ટ્રકટર દીઠ 1000 રૂપીયાનો ચાર્જ ફરજીયાત પણે લેવાશે.
  • સામાજિક. ધાર્મિક અને લગ્નપ્રસંગોના આયોજનમાં કન્ટેનરની વ્યવસ્થા કરવા તેમજ 1550 રૂપીયાની જોગવાઇ કરવામાં આવી છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top