Dakshin Gujarat

નેશનલ હાઇવે નં. 48 પર વધતા ટ્રાફિક અને પ્રદૂષણ બાબતે કરાઈ આ માંગ

નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 (National highway No. 48) ઉપર વાગલધરાથી ચીમલા અને ચીખલીથી મેંગોવિલા એંધલ સુધી બંને બાજુ રસ્તાના નવીનીકરણને (Renovation) લીધે વાહનોની લાંબી કતારો લાગતા વાહન વ્યવહાર સરળ બનાવી પ્રદુષણ અટકાવી પેટ્રોલ-ડીઝલ અને સમયનો વ્યય અટકાવવા માંગ કરી સેવા સંસ્થાના અધ્યક્ષે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

  • વાગલધરાથી ચીમલા અને ચીખલીથી મેંગોવિલા એંધલ સુધી બંને બાજુ વાહનોની લાંબી કતાર
  • નેશનલ હાઇવે ઉપર વાહન વ્યવહાર સરળ બનાવી પ્રદુષણ અટકાવી પેટ્રોલ-ડીઝલ અને સમયનો વ્યય અટકાવવા માંગ

સેવા સંસ્થાના અધ્યક્ષે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વલસાડ-નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે જર્જરિત થતા નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. તેણે કારણે બંને બાજુએ આશરે 8-9 કિ.મી. સુધી પાંચ-સાત કતારોમાં વાહનોનો જમાવડો થઇ રહ્યો છે. જેથી પેટ્રોલિયમ પેદાશોનો, સમયનો વ્યય થઇ રહ્યો છે. અને તેમાંથી પેદા થતું કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડનું પ્રદુષણ નાગરિકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યું છે. તેના સીધા જવાબદાર વહીવટીતંત્ર નેશનલ હાઇવેના એ.સી. ઓફિસમાં વેસીને ભારે પગાર લેતા સરકારી નોકરો અને જેમણે ટ્રાફિક સરળ બનાવવાનું છે. તેથી આ તમામ સરકારી નોકરો ભેગા થઇ નાગરિકોને સલામતીયુક્ત સેવા પૂરી પાડી પ્રદુષણ અટકાવવાના કારગત પગલા લઈ પેટ્રોલિયમ પેદાશનો બગાડ થતા અટકાવવા તથા નાગરિકોનો કિમતી સમયનો બગાડ ન થાય તેવી માંગ કરી છે.

વલસાડના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા
વલસાડ : વલસાડની કોર્ટ પાછળ તાલુકા પંચાયત પાસેથી પસાર થતા અને કચેરી રોડ તરીકે ઓળખાતા માર્ગ ઉપરની ખૂણાની જિલ્લા પંચાયતની દીવાલ તોડી પાડ્યા બાદ ડામર નહીં કરાતાં કાર્યવાહી નકામી નીવડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે રૂરલ પોલીસ મથક નજીકથી કોર્ટ પાછળના માર્ગે તાલુકા પંચાયત થઈ તિથલ રોડને જોડતા માર્ગ ઉપર અને કચેરી માર્ગ તરીકે ઓળખાતા માર્ગ નજીક જિલ્લા પંચાયત કેમ્પસની પાછળની ખૂણાની અવરોધક દિવાલ તોડી પાડ્યાને વર્ષો વીતી ગયા છતા પણ રાહદારીઓ માટે ડામર કરી તેનો ઉપયોગ કરવાનુ તંત્રને સુઝ્યુ નથી. ઉપરાંત અવરોધક બનેલા વીજ થાંભલા પણ નહીં હટાવાતા માર્ગની બાજુમાં જ ટ્રાફિકને નડતરરૂપ વાહનો પાર્કિંગ તરીકે ઉપયોગ થાય છે. તાલુકા પંચાયતમાં આવતા લોકો અને માર્ગ પરની ઝેરોક્ષ દુકાનમાં આવતા ગ્રાહકોના વાહનો પણ માર્ગ ઉપર પાર્ક કરવામાં આવે છે.

Most Popular

To Top