National

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, સાત નક્સલી ઠાર

નવી દિલ્હી: છત્તીસગઢના (Chattigarh) અબુઝમાદમાં પોલીસ અને માઓવાદીઓ (Maoist) વચ્ચે મંગળવારે વહેલી સવારે એન્કાઉન્ટર થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 02 મહિલા માઓવાદીઓ સહિત કુલ 07 માઓવાદી કેડરના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ એન્કાઉન્ટર (Encounter) સ્થળ પરથી એકે 47 સહિત મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે STF જવાન નારાયણપુર/કાંકેર સરહદી વિસ્તારના અબુઝહમદમાં સંયુક્ત પાર્ટી નક્સલ ઓપરેશન માટે રવાના થયા હતા. ઓપરેશન દરમિયાન, 30 મી એપ્રિલની સવારથી જ ટેકમેટા અને કાકુર ગામની વચ્ચેના જંગલમાં પોલીસ પાર્ટી અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરું થયું હતું.

એન્કાઉન્ટર પછી ઘટના સ્થળની શોધ દરમિયાન, 02 મહિલા માઓવાદીઓ સહિત કુલ 07 માઓવાદી કેડરના મૃતદેહ મળી આવ્યા છે, જેમની ઓળખ કરવામાં આવી રહી છે. શોધ દરમિયાન, પોલીસે નક્સલવાદીઓ પાસેથી એક એકે 47 સહિત મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ જપ્ત કરી હતી.

બીજી બાજુ છત્તીગઢના કાંકેર જિલ્લા અને નારાયણપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર નક્સલવાદીઓ (Naxalite) અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર નારાયણપુર-કાંકેર સરહદી વિસ્તારમાં થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અબુઝહમદમાં ડીઆરજી-એસટીએફ સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણ થઇ હતી. આ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. બસ્તર આઈજી તરફથી જારી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. તેમજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ નારાયણપુર-કાંકેરના સરહદી વિસ્તારના અબુઝહમદમાં આજે સવારથી ડીઆરજી અને એસટીએફના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું. અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે નારાયણપુર જિલ્લામાં દળો સાથે ચાલી રહેલા ઓપરેશનમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સાથે જ સુરક્ષા દળોના તમામ જવાનો સુરક્ષિત છે.

આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે સૈનિકો પરત આવ્યા બાદ વિગતવાર માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાવ આ વિસ્તારમાં દેશની સૌથી મોટું નક્સલવાદી પોલીસ એન્કાઉન્ટર થયુ હતું. જ્યાં જવાનોએ એન્કાઉન્ટરમાં 29 નક્સલીઓને ઠાર કર્યા હતા.

Most Popular

To Top