Madhya Gujarat

દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પ્રિસાઇડિંગ ઓફિસરો અને સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઇ


દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઇ હતી, એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ ક્લાસરૂમમાં આશરે 250 જેટલા ઓફિસરોની ટ્રેનિંગ યોજાઇ હતી તેમજ સચિવને પણ આ ટ્રેનિંગમાં બેસાડવામાં આવ્યા હતા આ ટ્રેનિંગમાં તેઓને મતદાન મથક ઉપર પહોંચ્યા પછી કેટલા વાગે મતદાન શરૂ કરું મતદાન શરૂ કરતાં પહેલાં મશીન અને ફેટ મશીનના સીલ ચેક કરવા તે ચેક કરો સીરીયલ નંબર ચેક કરવા અને આ એવીએમ મશીન અને બીબીબીએટ મશીન તેઓના મતદાન મથકનું છે તેની ચકાસણી કરવી અને મતદાન શરૂ થયાની પાંચ 10 મિનિટ પહેલા તમામ મશીનરી રેડી કરી અને કેવી રીતે તૈયાર રહેવું જેથી મતદાન મથક ઉપર સમયસર મતદાન શરૂ થઈ શકે અને મતદાન મથક ઉપર આવેલ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને મતદાન પછી સીલ કરેલ મતદાન યંત્ર, વિવિપેટ અને ચૂંટણીના કાગળો સીલબંધ પેકેટો જમાં કરવા ની અને તેની પહોંચ મેળવવાની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસર ની રહશે. આમ આ તમામ મુદ્દાઓ નું શિસ્તબધ્ધ રીતે અનુકરણ કરી અને સારી રીતે અને શાંતિથી મતદાન પૂર્ણ થાય તેનું પુરે પુરે ધ્યાન રાખવાનું રહેશે આ ટ્રેનિંગ કાર્યક્રમમાં દાહોદ નાયબ ચૂંટણી અધિકારી એન.બી રાજપૂત ,મામલતદાર મનોજ મિશ્રા, Deo દામા, TPO જીજ્ઞાબેન અમૃતિયા, તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top