National

મહારાષ્ટ્રના બુલઢાણામાં બે બસોનો સામસામે અકસ્માત, 6નાં મોત, 5 ગંભીર

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શનિવારે એક ભયાનક બસ અકસ્માત (Bus Accident) થયો હતો. અહીં બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર નજીક નેશનલ હાઈવે-6 પર શનિવારની વહેલી સવારે મુસાફરોથી ભરેલી ટ્રાવેલ બસનો અન્ય એક બસ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મુસાફરોના મોત (Death) થયા હતાં. તે જ સમયે 20 થી 25 મુસાફરો ઘાયલ થયા હતાં જેમાં 5 લોકોની હાલત ગંભીર હોવાનું જણાયું છે.

અમરનાથથી પરત ફરી રહેલી બસ મુસાફરોથી ભરેલી હતી
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુરમાં બે બસો વચ્ચે જોરભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વહેલી સવારે બે પેસેન્જર બસો સામસામે અથડાઈ હતી. આ અથડામણમાં બંને બસનાં આગળના ભાગનો કચ્ચરઘણ વળી ગયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના જ્યારે ચાર-પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જણાયું હતું. આ સિવાય લગભગ 30 મુસાફરો ઘાયલ થયા હતાં. ઘટના અંગે મલકાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીએ જણાવ્યું કે એક બસ અમરનાથ યાત્રા પર જઈ આવેલા યાત્રાળુઓથી ભરેલી હતી જે હિંગોલી તરફ જઈ રહી હતી જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક તરફ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 3.00 કલાકે થયો હતો.

બંને બસો એકબીજા સાથે અથડાતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો
થાણેદાર અશોક ત્રિપાઠીએ જણાવ્યું કે બંને બસો એકબીજા સાથે અથડાતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ મુસાફરોનો બચાવ કરી સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ચારથી પાંચ મુસાફરોની હાલત નાજુક હોવાનું જણાયું હતું. આ ઉપરાંત લગભગ 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોય તેવું જણાયું હતું. તેમણે કહ્યું કે ઘટના બાદ નેશનલ હાઈવે-6 પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

Most Popular

To Top