Dakshin Gujarat

વિદેશી દારૂના વ્યવસાયમાં હવે મહિલાઓ પણ ખુબ સક્રિય: નંદાવથી એલસીબીએ એકને ઝડપી પાડી

બારડોલી: સુરત જિલ્લા એલ.સી.બી. ની ટીમે (LCB Police Team) કોસંબા પોલીસ મથક વિસ્તારના નંદાવ ગામેથી (Nandav Village) વિદેશી દારૂ સાથે એક મહિલાની (Woman) અટક કરી હતી. પોલીસે ઘરમાંથી રૂપિયા 73200 નો વિદેશી દારૂ (Liquar) કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી. ની ટીમ કોસંબા પોલીસ (Kosamba Police) મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંદાવ ગામે રાજપુત ફળિયામાં રહેતી લિસ્ટેડ બુટલેગર દિવાળીબેન બાલુભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.

પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
દારૂનો અડધો જથ્થો તેના ઘરમાં અને બીજો જથ્થો તેના ઘરની બાજુમાં આવેલ દિનેશભાઈ વસાવાના કાચા મકાનના માળિયા પર છુપાવેલો છે. પોલીસે આ બાતમીને આધારે રેડ કરતા પોલીસને સ્થળ પરથી 600 નંગ વિદેશી દારૂ ભરેલી બોટલ કિંમત રૂપિયા 73200 તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 500 મળી 73700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે લિસ્ટેડ બુટલેગર દિવાળીબેન બાલુભાઇ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે લક્ષ્મીબેન ઉર્ફે લચ્છુ બેન રાકેશભાઈ વસાવા, માલ મોકલનાર સહદેવ ઉર્ફે સીટીયો તેમજ માલ આપવા આવનાર કારચાલક અને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મોટી ફળોદની સીમમાંથી દારૂના જથ્થા સાથે મોપેડચાલક ઝડપાયો
બારડોલી: બારડોલીના મોટી ફળોદ ગામથી ડુંગર ચીખલી તરફ જતા ખેતરાડી માર્ગ ઉપર તપાસ કરતાં પોલીસ ટીમને મોપેડ ઉપર લઈ જવાતો કુલ ૩૨૪ નંગ દારૂની નાની મોટી બોટલ અને ટીન બિયરનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે મોપેડ ચાલક ને અટકાયતમાં લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર બે બુટલેગરો ભાગી છૂટતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

રેડ સમયે બંને બુટલેગર પોલીસને જોઈ નાસી છૂટ્યા
બારડોલી ગ્રામ્ય પોલીસમથકને મોટી ફળોદના ખેતરાડી માર્ગ ઉપર રેડ કરતા ડુંગર ચીખલી તરફ જતા રસ્તા ઉપર ઉતારેલો અને મોપેડ ઉપર સગેવગે કરાતો પરમિટ વિનાનો દારૂ હોવાની બાતમી મળતાં રૂ.31200નો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે મોપેડ પર સવાર અભિષેક મંગુ હળપતિ (રહે.,મોટી ફળોદ, છ ગાળા, તા.બારડોલી)ને અટકાયતમાં લઇ વધુ તપાસ કરતાં દારૂનો જથ્થો કારેલી ગામના બુટલેગર દીપક અંબુ નિકુંમ તથા તેના સાળા આકાશ અજીત વસાવા પોલીસની રેડ સમયે બંને બુટલેગર સાળા-બનેવી પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોપેડ તથા એક મોબાઇલ મળી કુલ રૂ.86200ના મુદ્દામાલ સાથે મોપેડ ચાલકને અટકાયતમાં લઇ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો ભરૂચ LCB પોલીસે દબોચી લીધો.
ઘણા સમયથી ભરૂચ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ નયન ઉર્ફે બોબડો કાયસ્થને ભરૂચ LCB પોલીસે નવસારીના ગણદેવીમાં ઝડપી પાડ્યો હતો.આ આરોપી સામે ભરૂચ જિલ્લામાં પ્રોહીબીશન અને અન્ય જિલ્લામાં મારામારી ગુનામાં સંડોવાયેલો છે.
ભરૂચ નગરમાં ભૂતકાળમાં ઠેર ઠેર દારૂનો ગેરકાયદે વેપલોમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો પોલીસ ચોપડે અનેક વખત નામો આવ્યા હતા.ઘણા લાંબા સમયથી આરોપી નયન કાયસ્થ વોન્ટેડ હતો.જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ નિયુક્ત થતા બેનંબરી દારૂનો ધંધો કાયદાની લગામ કસતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

નયન ઉર્ફે બોબડો નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રોકાયો હતો
ભરૂચ SPએ જિલ્લાના પોલીસ વિભાગ પર વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓને પકડવા માટે સુચના આપવામાં આવી હતી.જેના પગલે ભરૂચ LCB પોલીસે પોતાની ટીમ દ્વારા વોચ ગોઠવતા તેઓની ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચનો કુખ્યાત નયન ઉર્ફે બોબડો નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રોકાયેલો છે.ભરૂચ LCB પોલીસે રેડ કરતા નયન ઉર્ફે બોબડો કાયસ્થ આબાદ ઝડપાઈ ગયો હતો.પોલીસે ઝડપાયેલા આરોપીને ભરૂચ એ ડીવીઝનમાં સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય એ છે કે નયન ઉર્ફે બોબડો ભરૂચ જીલ્લમાં પ્રોહીબીશનના ગુનાઓ સહીત હાલોલ પોલીસ હદ્દમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાથી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top