Latest News

More Posts

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા મુખ્ય પ્રાથમીક શાળામાં નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં અનાજનો કુલ ૫૮ કિલો જથ્થો હિતાવહ્‌ ન જણાતાં નાયબ મામલતદાર દ્વારા સંચાલકને કાયમી ધોરણે હટાવી શાળાનો ચાર્જ ડુંગરા પાણી પ્રાથમીક શાળાને સોંપી દેવાતાં ફતેપુરા તાલુકાના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ફતેપુરા તાલુકામાં સમાવિષ્ઠ સરકારી તથા અનુદાનિત શાળાઓના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને નિશુલ્ક ભોજન અને નાસ્તો આપવાની જાેગવાઈ છે. જે અંતર્ગત નંબર કેન્દ્ર નં.૩૨ ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળા, ફતેપુરાની નાયબ મામલતદારશ્રી (મ.ભ.યો)દ્વારા તપાસણી કરવામાં આવેલ હતો. તપાસણી દરમિયાન સ્ટોક પત્રક મુજબ ઉપલબ્ધ જથ્થો તથા કેન્દ્ર પર તપાસણી દરમિયાન ભૌતિક ઉપલબ્ધ જથ્થામાં વિસંગતતા જાેવા મળેલ હતો, જેમાં ઘઉં અને ચોખા મળી કુલ ૧૭૫ કિલોની ઘટ, તથા ચણા અને તેલમાં આશરે ૫૮ કિલો ની વધ જણાયેલ છે. જેથી બાળકોના સ્વાસ્થ્ય તેમજ યોજના સંચાલનના હિતમાં તેઓને વ્યવસ્થાપક તરીકે ચાલુ રાખવા હિતાવહ જણાતા ન હોય તાત્કાલિક અસરથી સંચાલક શ્રી દક્ષાબેન સોમાભાઈ કટારાને કાયમી ધોરણે હટાવવામાં આવેલ છે તથા કેન્દ્ર નંબર ૩૨ નો ચાર્જ કટારા રીટાબેન જશવંતભાઈ, મ.ભ.યો.સંચાલક કેન્દ્ર નંબર ૩૪ ડુંગરાના પાણી પ્રાથમિક શાળા, ફતેપુરાને સોંપવામાં આવેલ છે.

To Top