Latest News

More Posts

યુવક પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો

આર્થિક સંકળામણ ના કારણે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી

વડોદરા તારીખ 4

વાઘોડિયા ચોકડી પાસે રહેતા અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી નીચે છલાંગ લગાવીને જીવન ટૂંકવી નાખ્યું હતું. આર્થિક સંકરામણ ના કારણે આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. પોલીસે લાશને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને એક ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકે બિલ્ડીંગ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી માધવનગર વિસ્તારમાં આવેલા સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટના એ-603 ફ્લેટમાં રહેતા સાઈરાજ અરુણભાઈ હરાલ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. શનિવારે વહેલી સવારે લગભગ 4 થી 4:30 વાગ્યાની વચ્ચે તેઓએ પોતાના છઠ્ઠા મારે આવેલા ફ્લેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું.
ઘટના બાદ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો અને આર્થિક સંકળામણને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવકે આપઘાત કર્યો હોય તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.

To Top