Latest News

More Posts

ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મેળવવા માટે મુસાફરને તેમના મોબાઇલ નંબર પર આવેલા OTPની પુષ્ટિ કરવી ફરજિયાત હશે. રેલ્વેના નવા નિયમનો સીધો અસર તમામ મુસાફરો પર પડશે.

દલાલો અને ગેરરીતિઓ રોકવા માટે કડક પગલું
રેલ્વે સ્ટેશનના કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ, નકલી બુકિંગ અને દલાલોની દખલદારી ઘણી વખત જોવા મળી હતી. આ સમસ્યા દૂર કરવા માટે હવે કાઉન્ટર બુકિંગમાં પણ OTP-વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે પુષ્ટિ કરી કે આ નવો નિયમ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.

નિયમ કેવી રીતે કામ કરશે?

  • મુસાફર કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે ફોર્મ ધરાવે ત્યારે પોતાનો મોબાઇલ નંબર ફરજિયાત લખશે.
  • બુકિંગ પ્રક્રિયા શરૂ થતાં મુસાફરના ફોન પર એક OTP આવશે.
  • મુસાફર આ OTP કાઉન્ટરના કર્મચારીને જણાવશે.
  • OTP સાચો દાખલ થયા પછી જ ટિકિટ કન્ફર્મ આપશે

રેલ્વે અનુસાર આ પગલા બાદ ખોટા મોબાઇલ નંબર, નકલી ઓળખ અથવા દલાલોની મદદથી થતી બુકિંગ હવે લગભગ અશક્ય બની જશે.

રેલ્વેએ છેલ્લા સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમકે

  • જૂલાઈ 2025: ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે આધાર આધારિત ઓથન્ટિકેશન શરૂ.
  • ઓક્ટોબર 2025: તમામ રિઝર્વેશન માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ.
  • નવેમ્બર 2025: કાઉન્ટર બુકિંગ માટે OTP સિસ્ટમનું પાયલોટ પ્રોજેક્ટ શરૂ.

પ્રોજેક્ટ સફળ થતા હવે આ સિસ્ટમ 52 ટ્રેનોમાં અમલમાં મૂકાઈ છે અને આગામી દિવસોમાં બધી ટ્રેનો માટે લાગુ કરવામાં આવશે.

મુસાફરોને શું ફાયદો?

  • તત્કાલ ટિકિટો વધુ પારદર્શક રીતે મળશે
  • દલાલો દ્વારા બ્લોકિંગ અટકશે
  • સાચા મુસાફરોને ટિકિટ મળવાની શક્યતા વધશે
To Top