જાણીતા બ્રિટીશ લેખક જેફ્રી આર્ચર તેમની વાર્તાઓના પ્લોટ કન્સ્ટ્રક્શન માટે જાણીતા છે. તેમણે લખેલી ‘ક્લિન સ્વીપ ઇગ્નેટિયસ’ શોર્ટ સ્ટોરીમાં નાઇજીરિયાના એક અત્યંત...
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો એક મામલો બહાર આવ્યો છે, એ તમે સમાચારોમાં સાંભળ્યું હશે. કર્ણાટકમાં ભાજપના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના...
દેશમાં કોરોના ( CORONA) ચેપને નિયંત્રિત કરવા માટે, ઝડપી કોવિડ રસીકરણ ( COVID VACCINATION) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં મોટાભાગના...
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સમયમાં હું મુંબઇ હતો. એક વાર ચર્ચગેટ સ્ટેશન પર ઊતર્યો તો તેના બહાર તરફ ખૂલતા દરવાજા નજીક એક...
પહેલાં અમેરિકા અને હવે ચીને મંગળ ગ્રહ પર પોતાનું યાન ઉતાર્યું, એ સમાચાર જ્યોતિષની દૃષ્ટિએ કેટલા મહત્ત્વના ગણાય? તેનાથી ભારતીય જ્યોતિષીઓના ધંધા...
વાત બે ભૂતિયાં ગામની… ‘ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ…’ આ બધા શબ્દ સાંભળતાં જ ‘ઈશિતા’ના મનમાં ઉત્કંઠા-રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડ્ડરજ્જુમાંથી પસાર થઈ જાય...
નડિયાદ: નડિયાદ પાલિકાના વિવાદાસ્પદ ટેક્સ ચોરી કૌભાંડમાં ચીફ ઓફિસરની સુચના બાદ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યાના ૭ મહિના બાદ ત્રણેય...
ઉમરેઠ: કોરોના મહામારીના કારણે પડી ભાગેલા ધંધારોજગારના કારણે રોજનું કમાઈ ગુજરાન ચલાવનારા નાના ધંધા રોજગારવાળા વેપારીઓને સૌથી વધુ અસર થઇ હોવાની મુશ્કેલી...
surat : સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ( aam aadmi party) જ નગર સેવકો પાસે ક્રોસ વોટિંગ ( cross...
બાલાસિનોર: બાલાસિનોર ખાતે એક મહીલાએ તેનું મકાન ભંડેરીવાસ બાલાસિનોરમાં છે અને આ મકાન સબંધીનો કૌટુંબિક ઝઘડો તકરાર ચાલતી હોવાથી આ અંગે કોર્ટમાં...
આણંદ: આણંદ જિલ્લા અને શહેર વિસ્તારોમાં ગાંજાની હેરાફેરી વધી છે. યુવા પેઢીને બરબાદ કરતી આ ગુનાખોરી ઉપર સખ્ત અંકુશ લગાવવા માંગ ઉઠી...
હિંદુ દેવી દેવતાઓના ફોટા ફેંકીને પત્નીને ફરજીયાત મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતા લવ જેહાદના ગુનામાં સંડોવાયેલ પતિ, જેઠ અને સસરાના બે દિવસના...
વડોદરા : રાજ્યભરમાં વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે.ત્યારે પાણી જન્ય રોગો પણ સામે આવી રહ્યા છે.વડોદરા શહેર ના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં...
વડોદરા : કમાટીબાગમાં વેકસીન નુકશાની અંગેના પેમ્પલેટ વહેંચીને નાગરીકોને વેકસીન નહીં લેવા બે ગ્રુપના મહિલા સહિતના આઠ સભ્યોએ વિરોધ કરતા સયાજીગંજ પોલીસે...
વડોદરા : બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગરમાં કુખ્યાત બુટલેગર શરાબની 16 બોટલ સાથે પીસીબીના હાથે ઝડપાયો હતો. પીસીબીની ટીમને બાતમી મળી...
વડોદરા : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.ત્યારે પેટ્રોલના ભાવ વધારાના વિરોધના મુદ્દે...
આમ આદમી પાર્ટીમાં પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં આમ તો ભારે વમળો પેદા...
સુરત: (Surat) અલથાણ વેસુ ખાતે આવેલી વેસ્ટર્ન શોપર્સ નામની બિલ્ડીંગમાં વગર નામનું સ્પા (Spa) ખટોદરા પોલીસે ઝડપી પાડી સ્પા માલીકની સામે ગુનો...
ઉત્તર ગુજરાતમાં પાટણની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના નવા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયના ઉમેદવારોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભાજપના...
ઉમરગામ: ભીલાડની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકમા (Bank) બનાવટી સોનાના દાગીના મોર્ગેજમાં મૂકી ગોલ્ડ લોન (Gold Loan) મેળવી બેંક સાથે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે...
એક તરફ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે, ત્યારે આજે રવિવારે ગુજરાતમાં 27 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં છોટા...
રાજયમાં કોરોનાના કેસો હવે 100થી પણ ઘટી જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 112 કેસો નોંધાયા...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવી રહી છે તે પહેલા ગુજરાતમાં (Gujarat) આપ પાર્ટી દ્વારા માસ્ટર સ્ટ્રોક...
ભરૂચ: (Bharuch) જીંદગી બચાવવા (Life Saving) માટે રક્તદાન (Blood Donate) કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, ત્યારે ભરૂચ...
નવસારી: (Navsari) નવસારી આરટીઓની (ARTO) કચેરી જાણે ભ્રષ્ટાચારનો (Corruption) પર્યાય બની ગઇ છે. એમ તો નવસારી આરટીઓ કચેરીમાં ચાલતા કારભારની જવાબદારી એઆરટીઓ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)નો ખતરો ઓછો થઈ રહ્યો છે, અને કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે...
સુરત: (Surat) વરાછામાં બે મંદિરમાં (Temple) ચોરી (Theft) કરનાર બે યુવકને પોલીસે પકડી પાડ્યા છે. ફૂટપાથ ઉપર જ રહીને રાત્રિના સમયે માત્ર...
પેરિસ : દીપિકા કુમારી, અંકિતા ભગત અને કોમોલિકા બારીની બનેલી ભારતીય મહિલા રિકર્વ (Indian women curve) ટીમે શનિવારે પેરિસમાં વર્લ્ડ કપ (archery...
સુરત: (Surat) હજીરામાં આર્સેલર મિત્તલના (ArcelorMittal) નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ(એએમએનએસ) દ્વારા રિઝર્વ ફોરેસ્ટની સર્વે નંબર 434/એ/1પીટી અને 179નો કબ્જો છોડાવવા રાજ્યના મુખ્યમંત્રી,...
સુરત: (Surat) શહેરના કોસાડ વિસ્તારમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank) એટીએમને (Bank ATM) ગઈકાલે રાત્રે બે અજાણ્યાઓએ તોડી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો...
ગાંધીનગર,તા.10
ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા અને ગુનેગારોને સખત સજા અપાવવા માટે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

તપાસમાં ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ બનશે NARIT AI
પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા અને મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું આ ટૂલ Retrieval Augmented Generation (RAG) ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ તપાસ અધિકારીઓ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કામ કરશે, જે તપાસની ગુણવત્તામાં સુધારો કરવાની સાથે કોર્ટમાં કન્વિક્શન રેટ (દોષિત ઠરાવવાનો દર) વધારવામાં મદદરૂપ થશે.
મુખ્ય વિશેષતાઓ અને કાર્યશૈલી
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ અંગે માહિતી આપતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને જડમૂળથી ઉખેડવા મક્કમ છે. આ નેટવર્ક તોડી પાડવા અમે ટેકનોલોજીના ઉપયોગથી તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે જેથી આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કસાય.”
કોર્ટ કાર્યવાહીમાં પણ મદદરૂપ થશે
માત્ર તપાસ જ નહીં, પરંતુ કોર્ટ ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન લગાવીને તેનો વળતો જવાબ કેવી રીતે આપવો, તે અંગે પણ આ ટૂલ માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા વેસ્ટર્ન રેલવેના SP અભય સોનીની વિશેષ પહેલથી સાકાર થયો છે. આ એપ્લિકેશન માત્ર ગુજરાત પોલીસના ઉપયોગ માટે જ સીમિત રાખવામાં આવી છે.