SURAT

સુરત: ગઠિયો ATM તોડવા ગયો પરંતુ એવું તો શું થયું કે તે 500 મીટર દૂર ટ્રકની નીચે જઈ સુઈ ગયો

સુરત: (Surat) શહેરના કોસાડ વિસ્તારમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank) એટીએમને (Bank ATM) ગઈકાલે રાત્રે બે અજાણ્યાઓએ તોડી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો હતો. સાયરન વાગતા બંને આરોપીઓ (Accused) ત્યાંથી ભાગી છુટ્યા હતા. તેમાંથી એક આરોપી 500 મીટર દૂર ટ્રકની નીચે સુઈ ગયો હતો. તેને જોઈ પોલીસને શંકા ઉપજી હતી. પોલીસે (Police) શંકાને આધારે પુછપરછ કરતા તેને કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે બંને આરોપીને ઝડપી પાડી ફરિયાદ દાખલ કરી હતી.

  • અમરોલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ ચોરીનો પ્રયાસ કરાયો, પરંતુ સાયરન વાગી જતાં ગઠિયા ભાગી છૂટ્યા
  • ગઠિયો એટીએમ તોડવા ગયો પરંતુ સાયરન વાગી જતાં 500 મી. દૂર ટ્રકની નીચે સુઈ ગયો
  • પોલીસે શંકાને આધારે ટ્રકની નીચે સૂતેલા ગઠિયાની પુછપરછ કરતાં ભાંડો ફૂટી ગયો, બંનેને પકડી લેવાયા
  • અમરોલી પોલીસ ઇન્સપેક્ટર અને પીએસઆઈ પેટ્રોલીંગમાં હોવાથી સ્થળ પર પહોંચી ગયા હતા.

અમરોલી છાપરાભાઠા ખાતે આદર્શનગર સોસાયટીમાં રહેતા 56 વર્ષીય અરવિંદભાઈ પરશુરામભાઈ લશ્કરી મોર્ડન સિક્યોરિટીમાં નોકરી કરે છે. તેમના દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર બે અજાણ્યાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે અરવિંદભાઈને તેમના મુંબઈ કંટ્રોલરૂમ પરથી ફોન આવ્યો કે, બે અજાણ્યાઓ દ્વારા અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે આવેલા આસીઆઈસીઆઈ બેન્કનાં એ.ટી.એમ. મશીનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરવિંદભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. બીજી બાજુ પોલીસને પણ જાણ કરતા અમરોલી પોલીસ ઇન્સપેક્ટર અને પીએસઆઈ પેટ્રોલીંગમાં હોવાથી સ્થળ પર પહોંચી ગયા હતા.

ત્યાં જઈને જોતા બંને અજાણ્યાઓએ સી.સી.ટી.વી કેમેરાને નુકશાન પહોંચાડી એ.ટી.એમ. મશીનનાં નીચેનાં પતરાને તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. એટીએમ મશીનમાં 15 હજારનું નુકશાન કરી સાયરન વાગતા નાસી ગયા હતા. અમરોલી પોલીસે 500 મીટર આગળ જતાં એક શકમંદ ટ્રકની નીચે સુતેલો મળ્યો હતો. પોલીસે તેની સઘન પુછપરછ કરતા તેને પોતાનું નામ કનૈયાલાલ રામચંદ્ર ખટીક (ઉ.વ.26, રહે.ડભોલી કતારગામ તથા મુળ ચિત્તોડગઢ રાજસ્થાન) હોવાનું જણાવી પોતે બેકાર હોવાથી તેના એક મિત્ર લક્ષ્મીનારાયણની સાથે એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેના મિત્ર લક્ષ્મીનારાયણ ગોવર્ધનલાલ ખટીક (ઉ.વ.22, રહે કોસાડ આવાસ) ની પણ ધરપકડ કરી બંને સામે ફરિયાદ દાખલ કરી હતી.

Most Popular

To Top