26 જાન્યુઆરીએ પંજાબના કલાકાર દીપ સિદ્ધૂ, (DEEP SINDHU) જેનો લાલ કિલ્લા (LAL KILLA) પર હિંસાના કેસમાં આરોપી છે, તે ફેસબુક પર લાઇવ...
ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન...
ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં...
નવા કૃષિ કાયદા (AGRICULTURE LAW) ને લઈને છેલ્લા બે મહિનાથી ખેડુતો દેશની રાજધાનીમાં આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પસાર થયા બાદથી...
ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી...
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી...
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના...
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર...
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક...
કન્નડ ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય અભિનેતા મૈસુર શ્રીકાંતૈયા ઉમેશ જે એમ.એસ. ઉમેશ તરીકે જાણીતા હતા. તેમનું આજે તા. 30 નવેમ્બર 2025 રવિવારે કેન્સર સામેની લડાઈ બાદ અવસાન થયું. તેઓ 80વર્ષના હતા અને કિદવાઈ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
ચાર વર્ષની ઉંમરથી ઍક્ટિંગની શરૂઆત કરી
ઉમેશનો જન્મ 24 એપ્રિલ 1945ના રોજ મૈસુરમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે “લંચાવથરા” ફેમ માસ્ટર કે. હિરણ્યય્યના થિયેટર ગ્રુપમાં ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, તેઓ ગુબ્બી વીરન્નાના થિયેટર ગ્રુપમાં જોડાયા.
કોમેડી રોલ માટે જાણીતા હતા ઉમેશ
એમ.એસ. ઉમેશે તેમની કારકિર્દી દરમિયાન અનેક સુપરહિટ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. ખાસ કરીને “વેંકટ ઇન સંકટ”, “ગોલમાલ રાધાકૃષ્ણ”, “ગુરુ શિષ્યરુ”, “હાલુ જેનુ” અને “અપૂર્વ સંગમ” જેવી ફિલ્મોમાં તેમના કોમિક રોલને ખૂબ પ્રશંસા મળી. તેમના દેખાવ, ડાયલોગ ડિલિવરી અને આગવી કોમિક ટાઈમિંગને કારણે તેઓ કન્નડ સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક ગણાતા હતા.
અભિનેતા-દિગ્દર્શક અનિરુદ્ધ જાટકરે સોશિયલ મીડિયા પર ઉમેશનો ફોટો શેર કરીને લખ્યું “કન્નડ ફિલ્મ ઉદ્યોગના હાસ્ય માસ્ટર એમ.એસ. ઉમેશ સર હવે નથી. ઉદ્યોગ માટે આ મોટું નુકસાન છે.”
કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ પણ એક્સ પર પોસ્ટ કરી ઉમેશને યાદ કર્યા. તેમણે લખ્યું “ઉમેશની તાજગીભરી હાસ્ય પ્રતિભાએ સમગ્ર પેઢીને આનંદ આપ્યો. તેમના અભિનયથી કન્નડ ફિલ્મ જગત સમૃદ્ધ બન્યું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”
કર્ણાટકના ધારાસભ્ય એમ.બી. પાટીલે કહ્યુ “ઉમેશે રંગભૂમિથી શરૂઆત કરી અને સિનેમા-ટેલિવિઝન સુધી પોતાની આગવી ઓળખ બનાવી. ‘ગોલમાલ રાધાકૃષ્ણ’માં તેમની ‘સીતાપતિ’ની ભૂમિકા આજે પણ યાદગાર છે.”
એક બહુ પ્રતિભાશાળી કલાકારને અલવિદા
એમ.એસ. ઉમેશની ફિલ્મ કારકિર્દી દાયકાઓ સુધી ફેલાયેલી હતી. થપ્પુ થલંગલ, કથા સંગામા, કિલાડી જોડી, મક્કલ રાજ્ય અને અંતા જેવી ફિલ્મોમાં તેમના રોલને વિવેચકો અને દર્શકો બન્નેએ વખાણ્યા હતા.
તેમનુ અવસાન કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન ગણાશે. ચાહકો સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.