SURAT

હવે વેક્સિનેશન ઝડપી બનશે : આજથી શહેરમાં 80 સેન્ટરો પરથી રસીકરણ

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો છે. તેમજ હવે શહેરમાં વેકસિનેશનની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 10 દિવસમાં મનપા દ્વારા પાંચ તબક્કામાં વેકસિનેશનની કામગીરી કરવામાં આવી છે.

શરૂઆતમાં મનપા દ્વારા તૈયાર કરાયેલી યાદી પ્રમાણે હાલમાં નોંધાયેલા 36,000 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં પ્રથમ બે તબક્કામાં 18 સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવી હતી ત્યારબાદ સેન્ટરો વધારી 28 કરવામાં આવ્યા હતા અને હવે આવતીકાલથી મનપા દ્વારા કુલ 80 વેકસિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવશે.
શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કુલ 11,000 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિન આપી દેવામાં આવી છે. એટલે કે, 30 ટકા આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે. હવે અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, મંગળવાર, ગુરૂવાર તેમજ શનિવારે વેકસિનેશન કરવામાં આવી રહ્યું છે. મનપાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર ડો. ઉમરીગરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે 80 સ્થળો પરથી કુલ 7000 લોકોને વેક્સિન આપવામાં આવશે. એક સેન્ટર પર 80 થી 85 લોકોને આવરી લેવાશે.

કયા ઝોનમાં કેટલા સેન્ટર?
ઝોન સેન્ટરોની સંખ્યા
સેન્ટ્રલ 16
વરાછા-એ 12
વરાછા-બી 03
કતારગામ 10
લિંબાયત 06
અઠવા 18
ઉધના 07
રાંદેર 08
કુલ 80


છ ફેબ્રુઆરી સુધીમાં પ્રથમ તબક્કો પૂરો થઇ જશે
શહેરમાં પ્રાથમિક ધોરણે હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં અત્યારસુધીમાં 11,000 હેલ્થ વર્કર્સને વેક્સિન મૂકી દેવામાં આવી છે. તેમજ હવે વેકસિનેશનના સ્થળો વધારવામાં આવ્યા છે. એટલે કે, આવતીકાલથી એક જ દિવસમાં 7000 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. જેથી આવનારા પાંચથી છ દિવસમાં તમામ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ આપી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે.

6 ફેબ્રુઆરી સુધીમાં તમામ હેલ્થ વર્કર્સને આવરી લેવાશે. અને ત્યારબાદ હેલ્થ વર્કર્સને બીજો ડોઝ આપવામા આવશે અથવા તો ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. મેડીકલ ઓફિસર ડો. ઉમરીગરે જણાવ્યું હતું કે, હજી સુધી સરકારમાંથી સૂચના આવી નથી, એટલે ત્યાં સુધી ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન કયારથી આપવી તે નક્કી કરાયું નથી. સુચના આવે એટલે તરત ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top