સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી ઓનલાઇન ‘મેડિકલ કોન્ફરન્સ’ ને સંબોધતા ડો. ચિરાગ છટવાનીએ ભારતમાં આપવામાં આવી રહેલી કોવિશીલ્ડ અને કો-વેક્સિન...
કૃષિ કાયદો ( agriculture law) રદ કરવા માટે ટીકરી બોર્ડર ( tikri border) પર ખેડૂત આંદોલન ( farmer protest) માં ભાગ લઈ...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો હાહાકાર છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલ કોરોનાની...
ભારત (India) દેશના રાજકારણીઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે અને ભાષણો આપે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કોરોના કાળમાં તેઓ...
મુખ્યમંત્રી મમતા બેનર્જીની ( mamta benrji) સરકારના મંત્રીમંડળનો આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ના કોલકાતાના રાજભવન ખાતે શપથ લેવામાં આવ્યા હતા...
સુરત: (Surat) સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદરે જતી ફેરીમાંથી (Ferry) દરિયામાં (Sea) એક વૃદ્ધે છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ...
સુરત: (Surat) કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ (Entry Exit Points) પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની...
new delhi : આ દિવસોમાં દેશમાં કોરોનાવાયરસ ( corona virus) વિશે હોબાળો મચ્યો છે. દરરોજ લાખો લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે....
અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા...
દેશ હાલમાં કોરોના ( corona) રોગચાળાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. અને સરકારના...
કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો...
બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત...
કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી...
surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં...
surat : સુરતમાં ઉલ્ટી ગંગા શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર સુરત શહેરમાં ઘાતકી...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરના બે જૂથો વચ્ચે થયેલી રકઝકમાં કુસ્તીબાજ સાગર ધનકડ ( sagar dhankad) ના મોત અંગે બે વાર ઓલિમ્પિક મેડલ...
રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ...
ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની...
દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી...
સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી...
તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...

એક યુવાનના જીવનમાં અચાનક ચારે બાજુથી તકલીફો આવી પડી. યુવાન, ઉંમર કાચી, કોલેજના છેલ્લા વર્ષમાં, હજી તો કમાવાની શરૂઆત કરવાની હતી ત્યાં પિતાને કેન્સર ડિટેક્ટ થયું. આ અસાધ્ય રોગનું નામ સાંભળીને જ બધાની હિંમત તૂટી જાય પણ યુવાને હસતું મોઢું રાખ્યું. એક બાજુ પિતાનું ઓપરેશન, બીજી બાજુ પરીક્ષા, તેણે બંને સંભાળી લીધું. આજુબાજુનાં સ્વજનોએ પૂછ્યું કે ‘‘તને ડર નથી લાગતો, પરીક્ષા આપી શકીશ, પરીક્ષા તું આપીશ પણ પાસ થઈ જઈશ?’’ યુવાને કહ્યું, ‘‘ જીવનમાં ઘણી તકલીફ છે. એ તકલીફ પણ આંખ મીંચીને બંધ કરી દઉં તો તકલીફ દૂર નથી થઈ જવાની, પણ એ પણ હકીકત છે ને કે આજે આ તકલીફ છે પણ એનો ઈલાજ થશે પછી તે બીમારી દૂર થશે અને એમાંથી અમે બહાર આવી જઈશું. બદલાવ ચોક્કસ આવશે. જીવનમાં બદલાવ આવે જ છે અને જ્યારે બદલાવ આવે છે તે આપણને ખબર છે તો આપણે એમ વિચાર શું કામ ન કરીએ કે સારો જ બદલાવ આવશે. ન ગમતા વિચારો કરવાની જરૂરત જ નથી. મેં વિચાર્યું જ નથી કે હું પાસ થઈ શકીશ કે નહીં. હું બસ વાંચું છું. મેં વિચાર્યું જ નથી કે મારા પિતાની તબિયત વધારે ખરાબ થશે. હું એમ જ માનું છું કે હવે તેમની તબિયત વધુ ને વધુ સારી જ થતી જશે અને હું ભણવામાં પણ ધ્યાન આપી રહ્યો છું અને તેમનું પણ ધ્યાન રાખી રહ્યો છું.’’ નાનકડા યુવાનની આટલી હિંમતભરી વાતો અને આટલા ઊંડા વિચારો સાંભળનારાને દંગ કરી નાખતા હતા. એક જણે પૂછ્યું, ‘‘દીકરા, જે છે એ હકીકતનો સામનો તો કરવો જ જોઈએ ને?’’ યુવાને કહ્યું, ‘‘ હા ચોક્કસ, મને બધી જ હકીકત ખબર છે અને હકીકતનો સામનો કરી જ રહ્યો છું પણ જો આપણી થાળીમાં ન ગમતું શાક પીરસવામાં આવે તો આપણે ખાતા નથી બરાબર ને તો પછી મારા જીવનમાં મને ન ગમતા વિચારો નકારાત્મક વિચારો હું શું કામ કરું? હું પરીક્ષા આપીશ એમાં પાસ પણ થઈશ એવા વિચારો સાથે હું વાંચું છું અને મારા પિતાની બીમારી પણ દૂર થઈ જશે. આ બીમારીમાંથી પણ તે ફરી ઊભા થઈ જશે એ પણ હું વિચારું છું. ન ગમતા વિચારો ન કરવા એ મારી ચોઇસ છે.’’ સાચે જ આપણે બધાએ જ જીવનમાં ન ગમતા વિચારો શું કામ કરવા? ન ગમતા નકારાત્મક વિચારો આપણી ચિંતા અને ભાર વધારે છે. દુઃખનો ઓછાયો લાવે છે. તેના કરતાં બસ ગમતું વિચારો અને પોતાનું કામ કરતા રહો.