SURAT

ભારતીય વેક્સિન બાબતે ફેસબુક પીઆર ભ્રામક મૂકનાર યુવકની ધરપકડ

surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં બીજી બાજું કેટલાક ઉપદ્રવી તત્વો સોશિયલ મિડીયા ( social media) ઉપર ખોટા ભ્રામક પોસ્ટ મૂકી રહ્યા છે. સુરતના વરાછા ખાતે રહેતા એક યુવકની સામે ક્રાઈમ બ્રાંચે ફેસબુક ઉપર વેક્સિનને લઈને ભ્રામક મેસેજ મૂકવા બદલ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી.


ક્રાઈમ બ્રાંચની એક ટીમ સતત સોશિયલ મિડીયા ઉપર વોચ રાખી રહી છે. દરમિયાન ભારતીય વેક્સિનને આઈસીએમઆર તથા આરોગ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી વેક્સિન કોરોના ( corona vaccine) સામે રક્ષણ આપે છે. છતાં વેક્સિનના વિરોધમાં હિરેન પટેલ ગુપ્તી નામના ફેસબુક એકાઉન્ટ ( facebook account) ઉપર વેક્સિન વિરોધી પ્રોફાઈલ પિક્ચર મૂક્યો હતો. ફોટાઓ જોતા વેક્સિન નહીં લેવાનો ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરે તેવા ફોટો, લેખનો અપલોડ કર્યા હતા. ભારત દેશના બંધારણીય પદ ધરાવનારા મહાનુભાવોની છબી ખરડાવાના તેમજ તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી પોસ્ટ જોવા મળી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેરનામા ભંગ તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે પોસ્ટ મુકનાર વરાછા ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનની ઓફિસમાં નોકરી કરતા હિરેન ધીરજલાલ પટેલની ધરપકડ કરી હતી.

કોરોના મહામારીની આફતને કેટલાંક કાળાબજારિયા અવસર બનાવી રૂપિયા કમાવી રહ્યા છે. જેમાં ગઈકાલે એસ.ઓ.જી.એ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી કરનારાઓને ઝડપી પાડ્યા હતા. હવે એસ.ઓ.જી ઇન્જેક્શન વેચનાર મેડિકલ સંચાલક મયંકની પુછપરછ કરશે. મયંક પાસે કયા સ્ટોકિસ્ટોએ ઇન્જેક્શન આપ્યું અને તેણે કયા ગ્રાહકને વેચ્યું તે અંગેના હિસાબો મેળવવા એસ.ઓ.જી.એ કમર કસી છે.

કોરોનાનાં દર્દીઓ માટે હાલ ટો‌સિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની સૌથી વધારે ડિમાન્ડ હોવાથી તેની ધૂમ કાળાબજારી થઈ રહી છે. ઇન્જેક્શનોની કાળાબજારીમાં હોસ્પિટલો અને ડોક્ટરોની પણ સંડોવણી સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે સુરત એસઓજીની ટીમએ બાતમીના આધારે ડમી ગ્રાહક બનાવી ટો‌‌સિ‌લિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી કરનાર એક મ‌હિલા તબીબના ‌પિતાને જ બજાર ‌કિંમત કરતા વધુ ‌કિંમતે ઇન્જેક્શન ગ્રાહકને આપવા ‌નીકળતા ઝડપી પાડ્યા હતા. એસઓજીએ ગ્રાહક પાસે ટો‌સિ‌લિઝુમેબ ઇન્જેક્શન માટે રસીક લીલાધરભાઇ કથીરીયા (રહે. ફ્લેટ નં.૧૦૦૧, શ્રીગણેશ રેસીડેન્સી, એમઆઇજી હાઉસીંગ બોર્ડ, ગણેશપુરા, અમરોલી, મુળ રહે. મુળ વતન-ભેંસાણ, જુનાગઢ)ને ફોન કરાવ્યો હતો. દરમિયાન રસિક કથીરાયા વેસુ ચાર રસ્તા પાસે આવવાનો હોય પોલીસે ત્યાં વોચ ગોઠવી વેસુ ચાર રસ્તા મૈત્રીય હો‌સ્પિટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૪૦,૪૫૪ રૂપિયાની ‌કિંમતનું ટો‌સિ‌લિઝુમેબ ઇન્જેક્શન કબ્જે કર્યું હતું. આ ઇન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં આપવા આવેલા રસિક કથીરીયાને આમલીરામ ગોપીપુરા ખાતે રહેતા વ્રજેશ હેમંતકુમાર મહેતાએ ૮૫ હજારમાં આપ્યું હતું. ઇન્જેક્શનનો સોદ્દો વ્રજેશ મહેતા અને રસિક કથીરીયાની પુત્રી કે જે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં નર્સ છે તેણે નક્કી કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ફાર્માસીસ્ટ મયંકે ઇન્જેક્શન કેટલામાં વહેંચ્યું તેની તપાસ થશે

એસઓજી પોલીસે વ્રજેશને ઇન્જેક્શન બાબતે પુછતા તેને સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી લાવ્યો હોવાનું કહ્યું હતું. મેડિકલ સંચાલક મયંક પાસેથી આ ઇન્જેક્શન લીધું હતું. હવે એસઓજી દ્વારા મયંકની પુછપરછ હાથ ધરાશે. મેડિકલ સંચાલક મયંકભાઈએ કયા સ્ટોરીસ્ટ પાસેથી આ ઇન્જેક્શન લીધું, તેને કંઈ પ્રિસ્ક્રિપ્શનના આધારે ઇન્જેક્શન આપ્યું અને તેની પાસેથી કેટલા રૂપિયા લીધા તે અંગેની પુછપરછ હાથ ધરાશે

Most Popular

To Top