Health

વાળ અને ચહેરાની સુંદરતા નિખારવા તરબૂચ ગુણોની ખાણ છે

તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. તરબૂચમાં વિટામિન એ, સી અને એન્ટી ઓકિસડન્ટસ પ્રચુર માત્રામાં હોય છે. વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવામાં તરબૂચ મદદ કરે છે.તરબૂચનો જયુસ ( watermelon juice) આપણા શરીરમાં એન્ટી ઓકિસડન્ટસ વધારે છે જે આપણને હેલ્ધી અને હાઇડ્રેટેડ રાખે છે. તરબૂચનો રસ આપણા શરીરને અંદરથી તો ચેતનવંતુ કરે જ છે પરંતુ જો ત્વચા પર લગાડવામાં તો એ ત્વચાને પણ સોફટ અને ફલોલેસ બનાવે છે. આ ગરમીની મોસમમાં સ્કિનને ડીટોકસ કરવા માટે વોટરમેલન જયુસ ફેસ માસ્ક જોઇએ.


ટેન રિમુવલ ફેસ માસ્ક તડકામાં વધુ સમય રહેવાથી મેલાનિન વધુ ઉત્પન્ન થાય છે. એને કારણે ત્વચા ડાર્ક અને ટેન્ડ લાગે છે. ટેન્ડ અને ડેમેજડ સ્કિન માટે તરબૂચના રસ અને મધનો માસ્ક પરફેકટ છે.
શું કરશો?
એક બાઉલમાં તરબૂચનો રસ અને મધ સમાન માત્રામાં મિકસ કરો. તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લૂછી લો. તરબૂચનો રસ ચહેરા અને ગરદન પર લગાડી ૩૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાખો.


ગ્લોઇંગ સ્કિન ફેસ માસ્ક
ત્વચા અને વાળ માટે દહીં એના ચમત્કારિક ગુણો માટે જાણીતું છે. તરબૂચના રસ અને દહીંનું મિશ્રણ ત્વચાને ગ્લો આપે છે. આ ફેસ માસ્કનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચા યંગર અને હેલ્ધીઅર લાગશે.
શું કરશો?
એક બાઉલમાં ૧/૨ કપ તરબૂચનો જયુસ અને એક ટેબલસ્પૂન દહીં લઇ બરાબર મિકસ કરો. આ મિશ્રણ ચહેરા અને ગરદન પર લગાડી ૨૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરા ધોઇ નાખો.


ડ્રાય સ્કિન માટે ફેસ માસ્ક
જો તમારી ત્વચા ડ્રાય હોય તો આ ફેસ માસ્ક તમારી મદદે આવશે. લીંબુ તમારી ડ્રાય સ્કિન તથા મૃતકોષોને એકસફોલીએટ કરશે. મધ અને તરબૂચનો જયુસ તમારી રફ ત્વચાને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરશે.
શું કરશો?
એક બાઉલમાં બે ટેબલસ્પૂન તરબૂચનો જયુસ, એક ટેબલસ્પૂન લીંબુનો રસ અને એક ટીસ્પૂન મધ મિકસ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો. ૧૦-૧૫ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો.


બ્રાઇટર સ્કિન માટે ફેસ માસ્ક
ખાસ કરીને કાચું દૂધ એક સારું કિલનઝર છે જે તમારા વાનને બ્રાઇટ બનાવે છે. એ એક સારું મોઇશ્ચરાઇઝર પણ છે જે ડ્રાય સ્કિન સેલ્સને હીલ કરે છે. સનબર્ન અને સનસ્પોટસમાં પણ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તરબૂચનો જયુસ તમારા ચહેરાને રીજુવેનેટ કરી ફ્રેશ લુક આપે છે.
શું કરશો?
એક બાઉલમાં એક ટેબલસ્પૂન તરબૂચનો જયુસ અને એક ટેબલસ્પૂન કાચું દૂધ મિકસ કરી ચહેરા પર લગાડો. ૨૦-૨૫ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો.


વાળ માટે….
તરબૂચ વાળ માટે પણ ફાયદાકારક છે.
હેર ગ્રોથ
શું કરશો?

એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન તરબૂચનો રસ અને ૨ ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિકસ કરો.એને એક સરખું વાળમાં લગાડી ૩૦ મિનિટ નાખો. ત્યાર બાદ શેમ્પુ અને કન્ડિશનરથી વાળ ધોઇ નાખો.

યોગ્ય પરિણામ મેળવવા માટે અઠવાડિયે એક વાર આ ઉપાય અજમાવો.
ઓલિવ ઓઇલમાં એન્ટી ઓકિસડન્ટસ ભરપૂર માત્રામાં હોવાથી એ સ્કાલ્પ માટે ફાયદાકારક છે. એ હેર ફોલિકલ્સમાં લોહીનો પ્રવાહ વધારી વાળને મજબૂત બનાવે છે.


ટી ટ્રી ઓઇલ હેર ફોલિકલ્સને અનકલોગ કરવામાં મદદ કરશે અને વાળનાં મૂળને પોષણ આપશે.
ડ્રાય હેર
શું કરશો? એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન તરબૂચનો જયુસ અને ૨ ટેબલસ્પૂન કોપરેલ મિકસ કરો.આ મિશ્રણને મૂળમાંથી છેડા સુધી વાળમાં લગાડો. શાવર કેપ પહેરીને એક કલાક રહેવા દો.પછી શેમ્પુ અને કન્ડિશનરથી વાળ ધોઇ નાખો.
કોપરેલમાં વાળને કન્ડિશનિંગ કરવાના ગુણ છે અને એ વાળને મજબૂત બનાવે છે. એ વાળની વૃધ્ધિમાં મદદ કરે છે અને વાળ ખરવાની સમસ્યા પણ ઘટે છે.

Most Popular

To Top