Latest News

More Posts

શિનોર: શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલી શ્રી સી.એ .પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓનું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી એસએસસી બોર્ડની પરીક્ષાનું આજે જાહેર થયેલા પરિણામમાં 100% પરિણામ આવ્યું છે. બંને શાળામાંથી એ-1 ગ્રેડ સાથે કુલ 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી -2025માં એસએસસી બોર્ડની લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે. તેમાં શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલી શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ પૈકી અંગ્રેજી માધ્યમમાં કુલ ૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી તમામ 30 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 100ટકા પરિણામ આવ્યું છે . જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ એ-1ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે. પ્રથમ ક્રમાંકે પટેલ ધ્રુવા રાજેશકુમાર 98.31 પર્સન્ટાઈલ રેન્ક સાથે, દ્વિતીય ક્રમાંકે મિસ્ત્રી વિધિ મહેશભાઈ 97.52 પર્સન્ટાઈલ રેન્ક સાથે અને તૃતીય ક્રમાંકે ઠાકોર દિવ્યા રાકેશ 96.50 પર્સન્ટાઈલ રેન્ક સાથે ઉત્તીર્ણ થતા કન્યાઓ અવ્વલ રહી છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં કુલ 50 વિદ્યાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી તમામ 50 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા તેનું પણ 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં, 17 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. પ્રથમ ક્રમાંકે રાઠવા તેજસ મહેશભાઈ 99.43 પર્સન્ટાઈલ રેન્ક સાથે, દ્વિતીય ક્રમાંકે તાવિયાડ તરંગકુમાર કલસીંગભાઇ 98.31 પર્સન્ટાઈલ રેન્ક સાથે અને તૃતીય ક્રમાંકે ગધે મિલન નારણભાઈ 97.14 પર્સન્ટાઈલ રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અને શાળાના શિક્ષકોને શાળા સંચાલક જીતેન્દ્રભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય રાકેશભાઈ લાડે અભિનંદન સાથે ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

To Top