સુરતમાં (એSurat) ગરબા (Garba) રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ (Studants And Police) વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં (Gujarat) વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી...
સુરત: (Surat) ટેન્ડર ફી તેમજ ઈએમઆઈ નહીં ભરવાને કારણે જે ટેન્ડરરને ડિસ્ક્વોલિફાય કરવો જોઈએ તે જ માનીતા ટેન્ડરરને જ એક કરોડનો કોન્ટ્રાક્ટ...
સુરત: ચાર મહિના અગાઉ સચીનમાં આવેલ સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં (Sachin Special Economic Zone) આવેલી મીત કાછડિયાની માલિકીની ગણાતી યુનિવર્સલ ડાયમંડ (Universal...
સુરત: (Surat) સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે. સુરત શહેરમાં જ્યાં ખાણીપીણીની લારી દેખાય ત્યાં સુરતી ઊભેલા દેખાય. પરંતુ ખાણીપીણીની લારી-ગલ્લાને કારણે દબાણ અને...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના (Sharukh’s Son Aryan Khan Drug Case) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ...
સુરત: જાન્યુઆરી-2022માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સિટેક્સ એક્ઝિબિશનનું (Sitex Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ...
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં (Surat South Gujarat University) માસ્ક પહેર્યા વિના ગરબા રમવા મામલે સુરતના ઉમરા પોલીસ (Umara Police) સ્ટેશનના પોલીસ કર્મીઓ...
સુરત: સુરતના હીરાઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાના લિવર ટ્રાન્સપ્લાન્ટની (Govind Dholkiya Lever Transplant) સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે. 2 ઓક્ટોબરને શનિવારે સર્જરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે આઠમના દિવસે બુધવારે રૂપિયા 100 લાખ કરોડનો PM ગતિશક્તિ નેશનલ એક્શન પ્લાન (PM GatiShakti Action...
રોના કાળ પછી મફતલાલ પંચાતિયા પાસે કોઈ ધંધો ન હતો. તે સાવ નવરો થઈ ગયો હતો. ચોપાટી પાસેની ચાની લારીએ આવા પાંચ-સાત...
આપણો સૂર્ય આપણી મિલ્કી વે ગેલેકસીના કેન્દ્રથી કેટલો દૂર છે? તે આપણી મિલ્કીવે ગેલેકસીના કેન્દ્રીય 30000 પ્રકાશ વર્ષ દૂર છે. સૂર્યનો કેન્દ્રિય...
હમણાં આ ઉત્સવના દિવસોની સમાંતરે બીજો પણ એક ઉત્સવ ચાલી રહ્યો છે. એ છે વિવિધ ક્ષેત્રે અપાયેલા પ્રદાનને ઉમંગભેર વધાવવાનો અવસર. આ...
દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારે કહ્યું હતું કે તેણે એક 40 વર્ષીય પાકિસ્તાની ત્રાસવાદીની (Pakistani Terrorist) ધરપકડ કરી તહેવારો દરમિયાન એક મોટા...
ફરી એક વખત ફેસબુક ખોટા કારણોસર ન્યૂઝમાં છે. કંપનીની એક ભૂતપૂર્વ કર્મચારીએ વ્હિસલ બ્લોઅર બનીને આરોપ મૂક્યો છે કે, ફેસબુકની નીતિઓ તેના...
વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ’ ની જેમ ગ્રાહકોને વીજળીની કટોકટી બાબતમાં ડરાવી રહી છે. બે...
વિવિધ કળાઓમાંની મુખ્ય ત્રણ વધારે પ્રચલિત કળાઓ ગાયન, વાદન અને નર્તન (અથવા નૃત્ય) છે અને સામાન્ય રીતે આ કળાઓનાં કલાકારોનું માન અથવા...
ચાલવાના ઘણા ફાયદા છે એની મને ખબર છે પણ મળસ્કે વહેલા ઉઠીને વાંચવું કે ચાલવું એનો વિકલ્પ હોય તો સાહિત્યનો જીવ હોવાથી...
દિલ્હી ઉચ્ચ અદાલતે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવાના કેન્દ્રના નિર્ણયને જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું...
ઘોંઘાટ અને ગતિથી ગ્રસ્ત આ કાળમાં માનવ અતિશય ત્રસ્ત થયો છે. તેની પાસે વિચારવા કે વિસામો ખાવા વખત નથી. તેના માટે હાશ...
આસુરીવૃત્તિનો સ્વામી એટલે રાવણ. દર વર્ષે આપણે દશેરાના દિવસે રાવણ દહન કરીએ છીએ. અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો...
મહાન વિચારક ચાણકયે કહ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહિં હોતે… આધુનિક સમયમાં યાંત્રિક ઉપકરણો થકી બહુધા દુષિત થયેલ યુવા માનસને સન્માર્ગે વાળવાનું...
એક એકદમ ગરીબ વ્યક્તિ હતી. ઘરમાં અનાજનો દાણો ન હતો. ત્રણ દિવસથી તેની પત્નીએ કંઈ ખાધું ન હતું.રસ્તામાં રાજાની સવારી પસાર થતી...
કાશ્મીર ફરી ઇસ્લામ ત્રાસવાદીઓ દ્વારા હિંદુઓ અને શીખોને નિશાન બનાવી કરાતી હત્યાઓનું સાથી બની રહ્યું છે. આ હત્યાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ....
સામાન્ય રીતે છોકરો અથવા છોકરી સત્તર અઢારનાં થાય એટલે માતા પિતા અને શિક્ષક તેમને દુનિયાભરની સલાહ આપે છે, કારણ આપણે માનીએ છીએ...
તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે દેશ પર તોળાઈ રહેલ વીજ કટોકટીના અહેવાલ બહાર આવ્યા છે. થોડા સમય...
બાલાસિનોર : બાલાસિનોરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ઉપરા છાપરી કિસ્સાઓ થઈ રહ્યા છે. વધતા જતા ચોરીના બનાવોને પગલે પોલીસની ઉંઘ હરામ...
આણંદ : સુરતની યુનિવર્સિટીમાં નવરાત્રિના પર્વને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અનુમતિ, સહમતી અને કોરોનાની...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં ખોટા આદિવાસી પ્રમાણપત્ર હોવાના વિરોધમાં આદિજાતિ મંત્રી બનેલ નિમિષાબેન સુથારનો વિરોદ વંટોળ ભારે જાેવા મળી રહ્યો છે....
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ એક મકાનને મધ્યરાત્રીના સમયે...
દાહોદ: ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ...
ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત
બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી

વડોદરા ઐતિહાસિક માંડવી દરવાજાનું યોગ્ય અને તાત્કાલિક રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે બેસીને અષ્ટાક્ષર મંત્રના જાપ કરી એક અનોખું આંદોલન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ તેમના આ તપના 240 દિવસ પૂરા થયા છે, તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા હજી સુધી ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી, જેના કારણે પુજારી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવી ગેટની જર્જરિત હાલત અને ઐતિહાસિક સ્થાપત્યને બચાવવાની માંગ સાથે પુજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી તેઓ સતત જાપ કરીને તંત્રને આ મહત્વપૂર્ણ કાર્ય માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક દરવાજો આજે પણ ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યો છે. દિવસે ને દિવસે ભારે વાહનોની અનિયંત્રિત અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રીતે વિલંબ થતો રહેશે તો આ ઐતિહાસિક ધરોહર કાયમી ધોરણે નુકસાન પામશે તેવી ચિંતા પુજારી અને સ્થાપત્યપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
હરિઓમ વ્યાસે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, “આશરે 5 મહિના પહેલાં કમિશનરે પોતે માંડવી ગેટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે તેમણે 1 મહિનામાં ગેટના રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટેન્ડર મંજૂર કરવાની પ્રાથમિક કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.”
પુજારી હરિઓમ વ્યાસે કમિશનર અરુણ મહેશ બાબુને તેમની બાંહેધરીનું સ્મરણ કરાવીને તાત્કાલિક ધોરણે માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી આગ્રહભરી વિનંતી કરી છે, જેથી આ ઐતિહાસિક સ્થાપત્યને વધુ નુકસાન થતું અટકાવી શકાય.