શહેરના ગોરવા, કરોડિયા તથા ઉંડેરા ખાતે નવી ડ્રેનેજ નેટવર્ક નાંખવાની કામગીરી કરવામાં આવનાર હોય ઇજારદાર દ્વારા આ કામગીરી માટે હેવી મશીનરી તથા કારીઘરોની હેરફેર તથા કામગીરી માટેના જરૂરી મટિરિયલ રાખવાની જગ્યાના કારણે કેટલાક રસ્તાઓમાં ડાયવર્ઝન આપવામાં આવશે. જે અંગેની વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ડાયવર્ઝન કરેલા રૂટની માહિતી

1.રૂબી સર્કલથી સત્યનારાયણ ટાઉનશીપ સુધીના ઉંડેરા ગામના રસ્તે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામની આવશ્યક્તા પ્રમાણે તબક્કા પ્રમાણે લંબાઇમાં તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે તા.20-112-2024 થી બંધ રાખવામાં આવનાર છે.જેના વિકલ્પે કામગીરી સિવાયના ભાગના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવાનો રહેશે.

2.કરોડિયા સ્મશાનથી વૃંદાવન ચોકડી સુધીના રસ્તે કામગીરી કરવા અર્થે બાજવાથી કરોડિયાને જોડતો રસ્તો કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામની આવશ્યક્તા પ્રમાણે તબક્કા પ્રમાણે લંબાઇમાં તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે તા.20-12-2024થી બંધ રાખવામાં આવનાર છે.જેના વિકલ્પે કામગીરી સિવાયના ભાગના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવાનો રહેશે.

To Top