Latest News

More Posts

આજવાના રાયણતલાવડી નજીક યુવતીને સગીમાસીના દિકરાએ જુના ઓરડીમા લઈ દુષ્કર્મ ગુજારી હવસ સંતોષી..

પરીવારનો મામલો આગેવાનોથી નહિ પતાવટ થતા પોલીસ ફરીયાદ..

વાઘોડિયા આજવા પાસે આવેલ રાયણ તલાવડી નજીક જુની ઓરડીમા લઈ જઈ સગી માસીના દીકરાએ માસીયાઈ બહેનને એકલતાનો લાભ લઇ પીંખી નાખતા ભાઈ બહેનના પવિત્ર સંબઘને લાંછણ લગાવતો કિસ્સો વાઘોડિયામા બનતા ભોગ બનનાર યુવતીએ હવસખોર ભાઈ સામે પોલીસ ફરીયાદ નોંઘાવતા હવસખોરને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.મુળ દાહોદના લિમખેડાના હિરાપુર હાલ વડોદરાના દિવાળીપુરા ભાડે મકાન રાખી છૂટક મજૂરી કરી જીવન ગુજારતા પરિવારની 19 વર્ષીય યુવતીને તેમનીજ સાથે રહેતા સગા માસીના દીકરાએ હવસનો શિકાર બનાવતા ભાઈ બહેનના પવિત્ર સંબઘને કલંકીત કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે.ઘટના વાઘોડિયાના આજવા પાસે રાયણ તલાવડી નજીક બની છે. ગત તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ રાબેતા મુજબ મજૂરી કામ માટે વડોદરા મનીષા ચોકડી પર ઉભેલા પરિવારની 19 વર્ષીય યુવતી અને તેનો માસીયાઈ ભાઈ વાઘોડિયા આજવા પાસે રાયણ તલાવડી નજીક જુના મકાનો તોડવાની કામગીરીનો કાટમાટ ખસેડવા રોકડી મજુરીએ આવ્યા હતા. આ દરમિયાન બપોરે લગભગ બેથી અઢી વાગ્યાના આરસામાં બહેનને એકલી જોઈ તેનાજ માસીના દિકરાએ બળજબરી જમીન પર સુવડાવી ઓરડીમાં દુષ્કર્મ આચાર્ય હતું. જે ઘટનાથી સમસમી ગયેલી યુવતીએ રાત્રે પરત ઘરે આવી પોતાની ભાભીને બનાવની વાત કરી હતી. બાદમા બે દિવસ બાદ આરોપી વિપુલ શંકરભાઈ ભગોરા ( આશરે 23 વર્ષ )દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલા હીરાપુર ગામે વતન જતા ભાભીએ ભોગ બનનાર નણંદની વાત પતીને કહિ સંભડાવતા યુવતીના પરીવારે દુષ્કર્મ ગુજારવાની ઘટના સગી માસીના દિકરાએ કરેલ હોય ગુનાનો નિકાલ લાવવા વતનમાં જઈ ગામના આગેવાનો વચ્ચે વાત નાખતા ત્રણ દિવસ સુઘી ચર્ચા વિચારણા ના અંતે વાતનો ઉકેલ નહિ આવતા પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી પરીવાર વડોદરા પરત આવ્યાે હતાે.ગઈ કાલે 25 સપ્ટેમ્બર ના રાત્રે 10:30 વાગે યુવતીની પુછપરછ બાદ આરોપી વિપુલ વિરુદ્ધ વાઘોડિયા પોલીસે બળાત્કારનો ગુનોં નોંધ્યો હતો.જે બાદ આજે ભોગ બનનાર યુવતીનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું.આ બનાવની તપાસ કરનાર વાઘોડિયા પોલીસ એ. જી પટેલ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી આરોપીના વતન માટે રવાના કરી હતી.જોકે રાતે પડેલ ભારે વરસાદના કારણે ઘટનાસ્થળનુ પંચક્યાસ કરી શકાયુ ન હતુ.સુત્રોથી મડતી માહિતી મુજબ કાલે સવારસુઘી પોલીસ આરોપીને દબોચી વાઘોડિયા લઈ આવનાર છે

To Top