ભરૂચ (Bharuch): ‘વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી’- આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો....
સુરત : મગદલ્લા ગામમાં સરકારી આવાસમાં રહેતી મહિલા (woman)નું તેના પતિ (husband)એ જ ગળુ કાપી નાંખ્યું હતું. જેનું કારણે એવું બહાર આવ્યું...
SURAT : આજે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં કુલ 30 પૈકી સૌથી વધુ મતદાન સુરતના ઉત્તર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાત કતારગામ-વેડ ખાતે નોંધાયું...
SURAT : શહેરમાં મતદારોને પ્રોત્સાહિત કરવા અનેક વિસ્તારોમાં જાગૃત નાગરિકોએ નવતર પ્રયોગ કરી મતદાન માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લિંબાયત (...
સુરત: સ્પાઇસ જેટ (SPICE JET) એરલાઇન્સ 22 ફેબ્રુઆરીથી સુરતથી પટનાની ફલાઇટ (SURAT T PATNA FLIGHT) શરૂ કરવા જઇ રહી છે. આ ફલાઇટ...
નવસારી (Navsari): નવસારી-વિજલપોર પાલિકાની (Municipal Corporation Elections) ચૂંટણીને લઇ ભાજપે (BJP) સમાવેશ કરાયેલા આઠ ગામડાઓ સહિત ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન...
SURAT : શહેરમાં તા.16 જાન્યુઆરી 2021ના રોજથી કોરોના વેક્સિનેશન ( VACCINATION) અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ...
દમણ (Daman): સંઘપ્રદેશ (UT) દમણમાં લવ જેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારત વિરૂદ્ધ ઇંગલેન્ડની ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (BIGGEST CRICKET STADIUM MOTERA) પહોંચશે. જ્યારે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હી હાઈકોર્ટે (High Court) ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (BJP MP Subramanian Swamy) અરજી પર કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા...
SURAT : શહેરમાં ફરીવાર કોરોનાનું ( CORONA) સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....
NEW DELHI : વર્તમાન યુગમાં બેંકના નામે બનાવટી કોલ ( FACK CALLS) અથવા મેસેજ દ્વારા દરરોજ છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે....
ઉત્તર પ્રદેશ (UP)ની યોગી સરકારે સોમવારે તેનું સામાન્ય બજેટ (BUDGET) રજૂ કર્યું. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના આ...
સાઉદી અરેબિયાથી ભારે હિમવર્ષા થવાના સમાચાર મળે તો સાચે આશ્ચર્ય લાગે તેવી વાત છે, લોકોને વિચારવાની ફરજ પડી છે કે રણ અને...
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો (floor test) સામનો કરતા પહેલા તેમની કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પડી ભાંગ્યા બાદ પુડ્ડુચેરીના (Puducherry) મુખ્યમંત્રી વી નારાયણસામીએ (Chief Minister...
સુપ્રીમ કોર્ટે ( supreme court) કહ્યું છે કે ગમે તેટલો આધારભૂત પુરાવાવાળી શંકા કેમ ના હોય,પરંતુ તે કોઈ આધારની જગ્યા નથી લઈ...
દાતારસિંહના ( datarsingh) મોતથી ખેડૂત નેતા ( farmer leader) ઓ અને તેમના પ્રિયજનો વચ્ચે શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના ચાહકો કહે...
સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું કે મોદી...
new delhi : ઇસરોના ( Isro) વડા કે.કે. શિવાને કહ્યું છે કે, ચંદ્રયાન -3 નું લોન્ચિંગ હવે 2022માં થવાની સંભાવના છે, જે...
કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ માત્ર મહિલાઓ માટે છે. મહિલા સશક્તિકરણ તરફ મોદી સરકારે ઘણા પગલા લીધા છે. જેનો લાભ દેશની મહિલાઓને મોટા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા બંને રાજ્યોની તેમની આ ત્રીજી મુલાકાત...
કોરોના ( corona ) એ જાણે ફરી દેશમાં માથું ઉચક્યું છે. દેશમાં કોરોના વેક્સિન ( vaccine) ના આવ્યા બાદ લોકો નિશ્ચિંત બની...
ahemdabad : અમદાવાદ સહિત રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન ( voting) યોજાયું હતું. અમદાવાદમાં પણ છુટપુટ ઘટનાઓને...
અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ મતદારોમાં મતદાનને લઈને કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. અમદાવાદ ( ahemdabad) માં ધીમી ગતિએ મતદાન શરૂ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું એટલે કે માત્ર 42.82 ટકા જ મતદાન...
કોરોના સંક્રમણને કાબુમાં લેવા પોલીસ કમીશનર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલા જાહેરનામા તથા ગાઇડલાઇનને કારણે આજે તેના સુખદ પરિણામરૂપે કોરોનાના નવા...
આજે લોકોનું આયુષ્ય દવાઓને કારણે ખૂબ વધી ગયું છે, પરિણામે વૃધ્ધો અને વૃધ્ધાઓની સંખ્યા ખુબ વધી ગઇ છે. આવે સમયે વધુને વધુ...
વિશ્વમાં રહેનાર પ્રત્યેક મનુષ્યે હંમેશા વિશ્વની બનાવેલ વસ્તુઓના વખાણ કર્યા છે. અમેરિકા, રશિયા, ચીન-જાપાન, આફ્રિકા, સાઉથ આફ્રિકા પોતે પોતાના દેશોના વખાણ કરે...
મોંઘવારી વધતી જાય છે. જરૂરિયાતો વધતી જાય છે. આજના માણસમાં પ્રામાણિકતા, સાદાઇ, નિષ્ઠા, કરકસર જેવા જીવન મૂલ્યો ઘસાતા જાય છે. તેના વિવેકની...
ઓશો જેવા અધ્યાત્મ જગતમાં જીવનરાહ ચીંધનાર સમર્થ ગુરુને પણ વેચીને રોકડા કરી લેવાની પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ જગતમાં ઘાતક અને અકલ્પનીય છે....
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.