મિનેસોટા: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે હાર્ટ એટેકના લીધે પુતિનના મોતના સમાચાર આવતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. તમે કંઈ બીજું સમજો તે...
સુરત : (Surat) કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ટ્રિપલ તલાક (Triple Divorce Act) બિલ હેઠળ કાયદો પસાર કર્યો હતો, જેથી ઉલ બિદ્દત છૂટાછેડાની...
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમનો પરિવાર સતત ચર્ચામાં રહે છે. જો...
વડોદરા: તૃષા હત્યા કેસમાં (Trusha Murder Case) આરોપી કલ્પેશને (Kalpesh) પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Reconstruction) કરાવ્યું હતું. વડોદરા (Vadoadara) ક્રાઇમ બ્રાંચની (Crime Branch)...
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 15મી સિઝન 26 માર્ચ એટલે કે શનિવારથી શરૂ થવા જઇ રહી છે. આ વખતે આઈપીએલમાં બે નવી...
સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા જુદી જુદી સંસ્થાઓને સામાજિક ઉત્થાનના કાર્યોમાં મદદ મળી રહે તે માટે જુદી જુદી રીતે મદદ...
લખનૌ: યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે....
ગાંધીનગર: રાજયના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ચેતવણી (Warning) આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસની અંદર રાજયમાં 2થી 4 ડિગ્રી (Degree)...
મધેપુરાઃ જેમ મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું તેવો જ એક શરમજનક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. બિહારનાં મધેપુરામાં પણ મહિલાને ધોકા...
સુરત: સુરત શહેરમાં ચોર, લૂંટારા અને હત્યારાઓને પોલીસનો કોઈ ધાક રહ્યો નહીં હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગ્રીષ્મા હત્યાકાંડની શાહી ભૂંસાઈ...
સુરત : ઉમરા (Umara) પોલીસની હદમાં ગત 22મી તારીખે સાંજે પોણા કલાકની અંદર અલગ અલગ જગ્યા પર બે વિદ્યાર્થિની અને એક આધેડ...
સુરત: ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) 212 કરોડના ખર્ચે આવતા દિવસોમાં ટેન્ડરિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવશે. સુરતનાં સાંસદ અને દેશનાં રેલવે...
સુરત: સુરત મનપા દ્વારા ઘણા પ્રોજેક્ટ પીપીપીથી કરવામાં આવે છે તેમાં મનપા દ્વારા જગ્યા પણ ફાળવવામાં આવે છે. આ જગ્યાનો ઘણી વખત...
સુરત: સુરતની સતત વધી રહેલી વસતીની પાણીની જરૂરીયાતને પુરી કરવા માટે એકમાત્ર જળ સ્ત્રોત વિયર કમ કોઝવે છે, ત્યારે તાપી નદીમાં રૂંઢ...
વડોદરા: રાજ્યનાં મુખ્ય મંત્રી (cm)આજે એક કોમન મેન બનીને લોકો (people)વચ્ચે તેઓની સમસ્યા જાણવા પહોંચી જતા આશ્ચર્ય ઉભું થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
સુરત : ઉત્તરાયણમાં થયેલા ઝઘડાની અદાવત રાખીને યુવકે વરરાજા ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. લગ્નમુર્હૂતમાં યુવકનો વરઘોડો નીકળ્યો હતો, લોકો વરઘોડામાં નાચી...
વડોદરા : શહેરની મકરપુરા પોલીસ સ્ટેશની હદમાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં એકતરફી પ્રેમી કલ્પેશ તૃષાને બેહરેમીપુર્વક મોતને ઘાત ઉતારતા સમગ્ર શહેરમાં...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ દિવસેને દિવસે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. તાપી-વ્યારાથી...
સુરત: (Surat) કેન્દ્ર સરકારના મજૂરવિરોધી કાયદાઓ અને ખાનગીકરણની નીતિના વિરોધમાં સ્ટેટ બેન્ક સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, એલઆઇસી, જીઆઇસી, 10 કેન્દ્રીય મજૂર સંગઠનો...
નડિયાદ: નડિયાદમાંથી (Nadiyad) લવ જેહાદની (Love Jihad) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદેશ લઈ જવાની લાલચ આપી વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં...
વડોદરા : રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિશ્વામિત્રી બ્રીજ ઉતરતા ગજરાત ટ્રેકટર સામે જાહેર રોડ પર ઉભા રહી એક યુવકનો સોશીયલ મીડિયા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન નવી સાત વહીવટી વોર્ડ કચેરી આગામી ૧લી એપ્રિલથી શરૂ કરવા જઈ રહ્યું છે. સાથે ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી...
વડોદરા : કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા 5 રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા ની મંજૂરી...
આણંદ : આણંદ શહેરના ખાનગી પેટ્રોલ પંપ પર મોડી રાત્રે અચાનક પેટ્રોલ ખૂટી પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોની લાંબી લાઇનો લાગી...
નડિયાદ: જૂના ડીસામાં રહેતો ઇસમ ટ્રેલરમાં રૂ.૬૮.૪૮ લાખની એલ્યુમિનીયમની કોઇલ ભરીને દાદરા નગર હવેલી જવા મધ્યપ્રદેશથી નીકળ્યો હતો. જોકે, ચાલકે શાતિરતાપૂર્વક ટ્રેલરની...
આણંદ : વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં...
આણંદ : ખંભાતમાં અકીકના ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોનું સીલીકોસીસથી મૃત્યુ થાય તો રૂ.ત્રણ લાખ ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે....
સુરત: બોગસ ખેડૂત હોવાની ઉઠેલી ફરિયાદ બાદ સુરતના જાણીતા બિલ્ડર અને હીરાની પેઢી સી.મહેન્દ્રના સંચાલક કનુ શાહનું બીજું ભોપાળું બહાર આવ્યું છે....
પાકિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા પ્રધાનનું સરેરાશ રાજકીય આયુષ્ય સાડા ત્રણ વર્ષનું હોય છે. કોઈ પાકિસ્તાની વડા પ્રધાને તેમની પાંચ વર્ષની મુદત...
દરેક શાકભાજી સાથે ભળી જતું કંદમૂળ એટલે બટાકા. બટાકા ખાસ કરીને બાળકોને તો પ્રિય હોય જ છે અને એ બારેમાસ મળી રહેતા...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.