Vadodara

પહેલી એપ્રિલથી વડોદરાની 7 નવી વહીવટી વોર્ડ ઓફીસ કાર્યરત થશે

વડોદરા :  વડોદરા કોર્પોરેશન નવી સાત વહીવટી વોર્ડ કચેરી આગામી ૧લી એપ્રિલથી શરૂ કરવા જઈ રહ્યું છે. સાથે ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી કચેરી બનતા હવે નગરજનોને રાહત થશે. અગાઉ ઇલેક્શન વોર્ડ 19 અને વહીવટી વોર્ડ હતા હવે નાગરિકો માટે અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેથી નાગરિકોને ફરિયાદ જલદીમાં જલદી નિરાકરણ આવી જશે. વડોદરા શહેરમાં કોર્પોરેશન મતવિસ્તારમાં ઇલેક્શન વોર્ડ 19 અને વહીવટી વોર્ડ 12 હતા ત્યારબાદ સમિતિ અને સામાન્ય સભાની મંજૂરી બાદ નવા 7 બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.હવે વડોદરા કોર્પોરેશનમાં ઇલેક્શન વોર્ડ 19 સામે 19 વહીવટી કચેરી થઈ જશે. જેના કારણે અરજદારોને લાંબો ધક્કો ખાવાનો વારો આવતો હતો .સાથે કેટલીક સમસ્યા પણ ઉત્પન્ન થતી હતી. પરિણામે વડોદરા કોર્પોરેશન દ્વારા  ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી વોર્ડ કચેરી નું આયોજન હાથ ધર્યું હતું. જેથી હવે નવી સાત વહીવટી વોર્ડ કચેરી ૧લી એપ્રિલથી કાર્યરત થશે. અને ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી વોર્ડ સમાંતર રહેતા લોકોને ઘણી તકલીફોમાંથી છુટકારો મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહ અંતર્ગત રજૂઆત કરવામાં આવી હતી અને સ્થાયી સમિતિ અને સભામાં મંજૂર થતાં જે વિસંગતતા હતી એ દૂર થશે હવે ઇલેક્શન વોર્ડ અને વહીવટી વોર્ડ 19 થશે નવા 7 વોર્ડમાં નાગરિકો માટે ફર્નિચર, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ, પંખા સહિતની  વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. નાગરિકો ના કામ સરળ થઈ શકશે. આગામી ૧ એપ્રિલના રોજ જે તે વિસ્તારમાં કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા નવીન વોર્ડ ઓફીસ નું લોકાર્પણ કરવામાં આવશે.

Most Popular

To Top