Vadodara

SSGમાં જુનિયર તબીબોને માથાભારે તત્વોએ માર મારતા ભારે હોબાળો

વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે પાર્કિંગ બાબતે જુનિયર તબીબો પર હુમલો કરાતા હોબાળો મચ્યો હતો પરીક્ષામાં નશામાં છાંટા બનીને આવેલા કેટલાક તત્વોએ સાથે હોસ્પિટલના એક સર્વન્ટ એ પણ તબીબોને માર માર્યો હોવાના આક્ષેપ સાથે જુનિયર તબીબો હડતાલ પર ઉતરી આવ્યા હતા.સમગ્ર બનાવે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બે જુનિયર તબીબો ઉપર હુમલાની ઘટના બની હતી.ડોક્ટર અર્પિત સિંહ અને અભિષેક સરગરા અન્ય એક સહિત ત્રણ જુનિયર ડોક્ટરો કેઝ્યુલીટી પાસે પાર્કિંગમાંથી પોતાના વાહનો કાઢી રહ્યા હતા.ત્યારે એક રીક્ષામાં નશામાં ધૂત યુવાનો આવ્યા હતા અને બંને ડોક્ટરોને માર માર આવ્યો હતો.ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે નોકરી કરતા એક સર્વન્ટ એ આ ઘટના જોઈ હતી અને તે પણ મારામારી કરવા ઉતરી પડ્યો હતો.જેથી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા તત્કાલ હડતાલ પાડવામાં આવી હતી અને 600 થી વધુ ડોક્ટરો આ હડતાલમાં જોડાયા છે.

તેમજ એમએલઓને પણ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.તબીબો ની માંગ છે કે જ્યાં સુધી સિક્યુરિટી સુરક્ષા આપવામાં નહીં આવે ત્યાં સુધી ફરજ પર હાજર નહીં થાય.કારણ કે અગાઉ પણ ઘણી વખત આવી ઘટનાઓ બની ગઈ છે જેથી આ વખતે સાંખી લેવામાં નહીં આવે.બનાવની જાણ થતા જ રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તાત્કાલિક સેવાઓ અને આઇસીયુની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.પરંતુ જુનિયર ડોક્ટરો આ સેવામાં જોડાશે નહીં તે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે દારૂ પીને આવેલા લોકો હતા કોણ હતા એ ખબર નથી. એક તબીબના છાતીના ભાગે માર માર્યો છે અને એક તબિબના ચશ્મા પણ તોડી નાખ્યા છે.જ્યાં સુધી અમારી સેફટીનો મામલો એનસીઓટી તાત્કાલિકમાં પ્રોબ્લેમ જે થાય છે આ દરરોજની ઘટનાઓ છે.આ બધી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સેવાઓ બંધ રહેશે.માત્ર આઈસીયુની સેવા ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે હુમલાખાેરોની તપાસ કરાશે
આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજ લઈને સમગ્ર યોગ્ય તપાસ કરીને જે સ્ટાફ છે એની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે તે લોકોને સમજાવવામાં આવ્યા છે.અને જે સિક્યુરિટી સેવાઓ છે એ સંતોષકારક નથી અને એની સામે અમે સરકારમાં પણ રજૂઆત કરવાના છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.ડોક્ટરો તુરંત પ્રભાવથી કામગીરી ઉપર આવી જાય જેથી કરીને ગરીબ દર્દોને કોઈને હાલાકી ન પડે એટલે એમને એવી રીતે સમજાવવામાં આવી રહ્યા છે બનાવ બન્યો એટલે તરત જ પોલીસને બોલાવવામાં આવી છે અને ફરિયાદ કરવામાં આવી છે. – ડોક્ટર આશિષ ગોખલે,ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ

અગાઉ પણ તબીબો પર હુમલા કરવામાં આવ્યા હોવાની અનેક ઘટનાઓ
અગાઉ પણ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર હુમલો કર્યો હતો. મિતુલ ટેલર નામના કેદીએ અન્ય દર્દીઓની સારવાર કરી રહેલા તબીબને માથામાં ઈંટ મારતા ભારે ઈજા આવી હતી.ઈજાગ્રસ્ત તબીબને એસેસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સિવાય સોમાતળાવ નજીક આવેલી રાધા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીની સારવાર કરતા હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર દર્દીના સગાઓએ હુમલો કરી મારમારવા ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.દર્દીના મોત પછી તો તેના સગાઓ વધુ ઉશ્કેરાયા હતા અને ડોક્ટરને ફરીથી માર માર્યો હતો.દરમિયાન પોલીસ આવતા હુમલાખોરો ભાગી છૂટયા હતાં.જ્યારે વડોદરાના દાંડિયાબજાર , નિઝામપુરા, માંજલપુર,આજવારોડ,વાઘોડિયા રોડ ,અટલાદરા સહિતના વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબો પર હુમલાની ઘટનાઓ અગાઉ બની ચુકી છે.

વિભાગોના વડાઓની બેઠક મળી
હોસ્પિટલના તમામ વિભાગોના વડાઓની બેઠક મળી હતી.જેમાં ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ગોખલે, ડીકે હેલૈયા સહિતના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં જીઆઇએસએફના વડાને પણ બોલાવ્યા હતા.જીઆઇએસએફની સુરક્ષા એજન્સીની બેદરકારી સામે આવતા આ બેઠક મળી હતી.જ્યાં એસએસજીના વિવિધ વિભાગોના વડાઓએ સુરક્ષા એજન્સીઓ પ્રતિ અસંતોષ દર્શાવ્યો હતો.પોલીસ તલસ્પર્શી તપાસ કરી અને જે કસૂરવાર છે.એની સામે કડકમાં કાર્યવાહી પગલાં લે જેથી કરીને સારવાર કરતા તબીબો રેસીડેન્ટ ડોક્ટરો જે 24 કલાક કામ કરતા હોય તેની ઉપર આવો ભવિષ્યમાં હુમલો થાય નહીં તેવી ચર્ચા કરાઈ.

બંને તબીબોને સર્વન્ટ દ્વારા માર મારવામાં આવ્યો છે, ટોળું આવ્યું માર મારીને જતું રહ્યું હતું, જ્યારે એમએલઓ કહ્યું તમે પોલીસ સ્ટેશન જાઓ
તાત્કાલિક સારવાર વિભાગ પાસે સર્વન્ટ તેમજ અન્ય શખ્સો દ્વારા જુનિયર ડોક્ટરોને માર મારવામાં આવ્યો છે.અમારા બે રેસિડેન્ટ ડોક્ટર છે.એક છાતીના વિભાગના છે અને બીજા સર્જરી વિભાગના છે. બંનેને સર્વન્ટ દ્વારા માર મારવામાં આવ્યો છે.ટોળું આવ્યું તેમને માર મારીને જતું રહ્યું હતું.અમે ફરિયાદ કરવા માટે એમએલઓ પાસે પહોંચ્યા હતા.ત્યારે તેમણે કહ્યું કે તમે પોલીસ સ્ટેશન જાઓ. પોલીસ સ્ટેશનમાં ગયા તો તેમણે કહ્યું કે તમે અહીંયા કેમ આવ્યા. અમે જઈએ તો જઈએ ક્યાં તે પ્રશ્ન છે. – તેજસ જાની, જૂનિયર ડોક્ટર

Most Popular

To Top