National

ચીને યુએસ-ભારત સૈન્ય-અભ્યાસ સામે વાંધો ઉઠાવ્યો, સરહદ મુદ્દે થર્ડ પાર્ટીની દખલગીરીનો વિરોધ

બેઇજિંગ: ચીનના (China) સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, તે સરહદના મુદ્દે કોઈપણ તૃતીય પક્ષની દખલગીરીનો સખત વિરોધ કરે છે અને આશા છે કે ભારત (India) વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક લશ્કરી-અભ્યાસ ન કરવા માટેના દ્વિપક્ષીય કરારોનું પાલન કરશે. પૂર્વી લદ્દાખમાં ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે લાંબા સમય સુધી ભારત-ચીન વચ્ચે સંઘર્ષ થયો હતો.

ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય (એમએનડી)ના પ્રવક્તા અને વરિષ્ઠ કર્નલ ટેન કેફેઈએ તાજેતરમાં હિમાલયની દક્ષિણ તળેટીમાં સંયુક્ત યુદ્ધ-અભ્યાસ આયોજિત કરવા અને તેમની યોજનાઓ વિશે યુએસ અને ભારતના વિશેષ દળોના અહેવાલો અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. ઓક્ટોબરમાં સરહદની નજીક એક યુદ્ધ-અભ્યાસ કોડ નામ ‘યુદ્ધ અભ્યાસ’ નામે સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરવાની તેમની યોજના છે.

ટેને અહીં એક ઓનલાઇન પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ”અમે કોઈપણ તૃતીય પક્ષ દ્વારા ચીન-ભારત સરહદ મુદ્દામાં કોઈપણ સ્વરૂપમાં દખલ કરવાનો સખત વિરોધ કરીએ છીએ.” ટેને કહ્યું હતું કે, ”ચીને હંમેશાં એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશોના સૈન્ય સહયોગ, ખાસ કરીને યુદ્ધ-અભ્યાસ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓમાં કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ નહીં, પરંતુ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવા માટે મદદ કરવી જોઈએ.” ચીની પ્રવક્તાએ કહ્યું હતું કે, ”ચીન-ભારત સરહદનો મુદ્દો બંને દેશો વચ્ચે આંતરિક મામલો છે. બંને પક્ષોએ તમામ સ્તરે અસરકારક કોમ્યુનિકેશન જાળવી રાખ્યું છે અને દ્વિપક્ષીય સંવાદ દ્વારા પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવા સંમત થયા છે.”

Most Popular

To Top