Madhya Gujarat

ઔદ્યોગીક એકમથી જળ પ્રદુષણની સમસ્યા વધી

આણંદ : આણંદ જિલ્લામાં દુષિત પાણી છોડતા ઔદ્યોગીક એકમના કારણે નદી નાળામાં દૂષિત પાણીનું સ્તર વધ્યું છે. જે લોકોના સ્વાસ્થને જોખમમાં મુકી શકે છે. આથી સરદાર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રૉ. ડો. મનિષ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલર ડો.શિતલ પટેલ દ્વારા જળ પ્રદુષણ રોકવા માટે શોધ નિબંધ તૈયાર કર્યો હતો. વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદીની સ્થિતી દિવસે અને દિવસે કેમીકલયુક્ત નદીમાં ફેરવાય રહી છે.

આથી, વધતા જતા જળપ્રદૂષણ ને સહેલાઇ અને ઝડપથી નિકાલ લાવી શકાય એ હેતુથી સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રો. ડો. મનિષ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલર ડો.શિતલ પટેલ દ્વારા શોધ નિબંધ તૈયાર કરાયેલા છે. આ અંગે ડો.શિતલ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2018થી જળ પ્રદુષણ અટકાવવા માટેના આ પ્રોજેક્ટના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં યુજીસી સ્પીપા – દિલ્હી દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ વર્ષે 2021મા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર શોધનિબંધ રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં પોલીમર કમ્પોઝાઈટ હાઇડ્રોજેલ નામનો પ્રદાર્થ બનાવામાં આવ્યો હતો. જે પાણીમાં નાખતા ઓગળતા નથી અને તે રસાયણિક પાણીમાં રહેલા હાનિકારક પદાર્થોને પાણીમાંથી શોષી લે છે. બાદમાં ચુંબકીય શક્તિની મદદથી હાનિકારક તત્વોને પાણીમાંથી સહેલાઈથી દૂર કરી શકાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રદુષણની સમસ્યાઓનો ઉકેલ ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપથી થાય તે હતો. અત્રે ઉલ્લેખનિય છે કે આણંદ નજીકથી પસાર થતી સાબરમતિ નદીમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો દ્વારા રાસાયણિક અને કેમિકલથી ભરપુર પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નદી દુષિત બની છે.

Most Popular

To Top