National

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે દેશભરમાં 113ના મોત : 16 હજારથી વધુ નવા કેસ

દેશમાં કોરોને ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના (CORONA) થી ચેપના 16 હજાર 752 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 113 કોરોના ચેપથી મૃત્યુ પામ્યા છે. કોરોનાના કારણે હાલ દેશભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી કેટલાક રાજ્યોએ નાઈટ કર્ફ્યુમાં પણ વધારો કર્યો છે.

કોરોના વાયરસનો રોગચાળો ફરી એક વાર ગતિ મેળવવા માગે છે. જેમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાથી 16 હજાર 752 લોકો સંક્રમિત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 113 કોરોના ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ 11 હજાર 718 લોકો સારવારલઇ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 10 લાખ 96 હજાર 731 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 7 લાખ 75 હજાર 169 ચેપગ્રસ્ત કોરોનાને પાછળ છોડી દીધા છે. દેશમાં કોરોનાના 1 લાખ 64 હજાર 511 સક્રિય કેસ છે. આ રોગને કારણે દેશભરમાં 1 લાખ 57 હજાર 51 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં 1 કરોડ 43 લાખ 1 હજાર 266 લોકોને રસી ( VACCINE) આપવામાં આવી છે.

ઓડિસામાં 5 રાજ્યોના મુસાફરો માટે કોરોના પરીક્ષણ ફરજિયાત

પાંચ રાજ્યોથી આવતા મુસાફરો માટે કોરોના પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ તેમજ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સહિત પાંચ રાજ્યોથી આવતા મુસાફરો માટે કોરોના પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ઓડિસાના આરોગ્ય પ્રધાન એન કિશોર દાસે કહ્યું છે કે એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરવામાં આવશે. જો લક્ષણો જોવા મળે તો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. જો ચેપ લાગે તો કોરોનાગ્રસ્ત દર્દીને અલગ રાખવામાં આવશે.

ઝારખંડમાં પણ કેરળ અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોની ટ્રુ નેટ કિટ સાથે પરીક્ષણ કરવામાં આવશે. આ રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારે આ રાજ્યોથી આવતા મુસાફરોને ફક્ત રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર જ તપાસવાનો આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગના સેક્રેટરીએ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને એક પત્ર લખીને સ્ટેશનો પર ટ્રુ નેટ કિટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. મુસાફરોને તપાસવા હટિયા, ધનબાદ, બોકારો, ચક્રધરપુર, તાતાનગર રેલ્વે સ્ટેશન અને બિરસા મુંડા એરપોર્ટ સાથે રાજધાની રાંચી એલર્ટ કરાઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top