SURAT

સચિનમાં મોપેડ ચાલુ નહી થતાં બેટરી કાઢીને ઘરમાં મૂકી અને ધડાકા સાથે થયો મોટો બ્લાસ્ટ

સુરત: સચિનના (Sachin) મહાલક્ષ્મી નગરમાં બપોરે એક પરિવાર સાથે જમી રહ્યો હતો ત્યારે ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની (E Moped) બેટરી (Battery) અચાનક ફાટી (Blast) જતા આધેડ ગંભીર રીતે શરીરે દાઝી ગયો હતો. પરિવારના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બાળકો સહિત ત્રણેક જણાને સામાન્ય ઇજા થઈ હતી. ઘરમાં ભારે નુકસાન થયું હતું.

  • સચિનના મહાલક્ષ્મીનગરમાં ચાર દિવસથી મૂકેલી બેટરી પરિવાર જ્યારે સાથે જમતો હતો ત્યારે જ ફાટી
  • બેટરીથી આધેડ દાઝવાની સાથે બાળકો સહિત ત્રણને ઈજા, ઘરવખરી વેરવિખેર થઈ ગઈ

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહીના વતની જયલાલ મુન્નીલાલ બીંદ(58 વર્ષ) અઠવાડિયા પહેલા કામ અર્થે સુરત આવ્યા હતા. સચિનમાં મહાલક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા સંબંધી મહેશકુમાર બીદના ઘરે રહેતા હતા. મહેશ બીદના ઘરે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યાં નીચે મહેશકુમાર કરિયાણાની દુકાન પણ ચલાવે છે. મહેશકુમારે ઇલેક્ટ્રીક મોપેડ ખરીદી હતી. છેલ્લા ચાર દિવસથી મોપેડ ચાલું થતી નહતી. તેથી બેટરી કાઢીને ઘરમાં રાખી હતી. મહેશકુમારના પરિવારજનો અને જયલાલ તેમજ અન્યો બપોરે જમી રહ્યા હતા. બપોરે આશકે દોઢ વાગે મોપેડની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ એટલો મોટો હતો કે પરિવારજનોને પહેલા તો એવુંજ લાગ્યું કે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. જયલાલ અડધા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારમાં બાળકો અને મહિલા ગભરાઈ ગઈ હતી. ઘરમાં દોડધામ મચી ગઈ હતી.દુકાનનો સામાન વિરવિખેર થઈ ગયો હતો. જયલાલ ઉપરાંત અનીલ બીંદ તથા બાળકો સહિત અન્ય બેને સામાન્ય જા થઈ હતી. 108ને ફોન કરતા 108ની ટીમ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. જયલાલ બીંદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ તે જી-3 વોર્ડમાં દાખલ છે. તેની તબીયત સુધારા પર છે. પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી.

એક પછી એક એવી રીતે વીસેક વખત ધડાકા થયા
મહેશકુમારે જણાવ્યું હતું કે હું બહાર હતો. અચાનક મોટો બ્લાસ્ટ થયા બાદ એક પછી બોમ્બ ફુટતા હોય એવા વીસેક વખત ધડાતા થયા હતા. હું ખુબજ ગભરાઈ ગયો હતો. સંબંધીને ઇજા થઈ અને મારી દુકાનમાં નુકસાન થયું હતું. મે નક્કી કર્યું કે મારે ધડાકા રોકવા હોય તો બેટરી પર પાણી નાખવું પડશે. મે જીવના જોખમે બેટરી પર પાણી નાખ્યું હતું.

મોપેડવાળાએ ખરાબ બેટરી આપી હતી
મહેશકુમારે જણાવ્યું હતું કે મહિનાઓ પહેલા મોપેડ ખરીદી હતી. તેની બેટરી કામ કરતી ન હોવાથી બેટરી મોપેડવાળાને આપી હતી. તેને દોઢ મહિના સુધી ધક્કો ખવડાવ્યો હતો. 30 નવેમ્બરે બીજી બેટરી આપી હતી. 13 દિવસ ચાલી અને બંધ થઈ ગઈ હતી. ચાર દિવસથી મોપેડ ચાલતી ન હોવાના કારણે બેટરી કાઢીને ઘરમાં રાખી હતી અને આજે બ્લાસ્ટ થયો હતો. હવે મે મારી ઇલેક્ટ્રીક મોપેડ વેચીને પેટ્રોલવાળી મોપેડ લેવા.

Most Popular

To Top