World

ચીનમાં કોરોના ફરી વકર્યો અનેક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ, ભારતની ચિંતામાં વધારો

નવી દિલ્હી: ચીનમાં (China) ફરી એકવાર કોરોના વાયરસના (Corona virus) કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને ચીન ફરી એકવાર સતર્ક બન્યું છે. હાલ ચીનના શાંઘાઈ (shanghai) શહેરમાં સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે. શનિવારની સરખામણીમાં કેસમાં બમણો વધારો નોંધાયે છે. કેસોમાં સતત વધારો થવાથી ફરી એકવાર આરોગ્ય અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે. તેમજ ચીનના કેટલાક શહેરોના ઘણા ભાગો ધીમે ધીમે લોકડાઉન (Lock down) લગાવવામાં આવી રહ્યું છે.

  • ચીનમાં બે વર્ષ પછી 3400 જેટલા નવા કોરોનના કેસો નોંધ્યા
  • ચીનની સરકારે શાંઘાઇની શાળાઓ બંધ કરવામાં આવી
  • ચીનમાં કેસ વધતા ભારત સરકારની ચિંતામાં વધારો થયો
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3116 કેસો નવા કેસો નોંધાયા છે

નેશનલ હેલ્થ કમિશનની માહિતી અનુસાર, ચીનમાં રવિવારે લગભગ 3400 નવા કોરોનના કેસ નોંધાયા છે. તેમના મત મુજબ આ નવા કેસોની સંખ્યા શનિવારની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસોએ ફરી એકવાર આવતા આરોગ્ય અધિકારીઓની ચિંતામાં મુકાઇ ગયા છે. મળતી માહિતી અનુસાર ચીનની સરકાર દ્વારા અનેક શહેરોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શાંઘાઇ શહેરમાં પણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શનિવારે ચીનમાં 1412 કેસ નોંધાયા છે. આની સાથએ જ ચીનના કેટલાક શહેરોમાં ઝડપથી કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ચીનનું આરોગ્યમંત્રાલયને ચિંતામાં મૂકી દીધી છે. ચીનમાં કેસ વધતા ભારત સરકાર પણ ચિંતામાં મૂકાઈ ગઈ છે.

ચીનમાં વધી રહેલા કોરોનાના આ કેસોએ ભારતમાં પણ આરોગ્ય અધિકારીઓને તેના માટે સચેત કરી દીધા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3116 નવા કેસ નોંધાયા છે. જે હાલની પરિસ્થિતીએ જોઈએ તો વધારે જ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 38069 સક્રિય કોરોના દર્દીઓ છે. તેમાંથી અત્યાર સુધીમાં 4.24 કરોડ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે અને પાંચ લાખથી વધુ લોકોએ કોરોનાના પોતાના જીવ ગુમાવ્યા છે.

Most Popular

To Top