Gujarat

‘લોકો નહીં સુધરે, ટાયર કિલર બમ્પર મુક્યાં ત્યાં હવે કેમેરા પણ મુકો’, ગુજરાત હાઈકોર્ટનું સૂચન

અમદાવાદ(Ahmedabad) : ગુજરાતના (Gujarat) લોકોની ટ્રાફિક સેન્સ (Traffic) માટે કશું કહેવા જેવું રહ્યું નથી. હવે તો ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) પણ સ્વીકાર્યું છે કે ગુજરાતના લોકોને સુધારવા અશક્ય છે. ગુજરાતના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે શક્ય જ નથી.

  • અમદાવાદમાં ટાયર કિલર બમ્પર ફેઈલ થયા: મનપાને ખર્ચો માથે પડ્યો
  • લોકોએ રોંગ સાઈડ વાહનો હંકારર્યા કર્યા તે બાબત હાઈકોર્ટે ધ્યાન પર લીધી
  • ટ્રાફિકના મુદ્દાઓની અવગણનાની અરજી પર ગુજરાત હાઈકોર્ટનું સૂચન

વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં રોંગસાઈડ (Wrong Side) આવતા વાહનોને (Vehicles) અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટાયર કિલર બમ્પર (Tier Killer Bumber) મુકવામાં આવ્યા હતા. આ બમ્પર મુકતી વખતે એવા દાવા કરાયા હતા કે રોંગ સાઈડ આવતા વાહનોના ટાયરમાં પંચર પડશે. તેથી રોંગસાઈડની સમસ્યાથી છુટકારો મળશે, પરંતુ થયું ઉલટું. ટાયર કિલર બમ્પર પરથી રોંગ સાઈડ વાહનો પસાર થવા લાગ્યા અને વાહનોને પંચર પણ ન પડ્યા. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેનત અને ખર્ચા પર પાણી ફરી વળ્યું.

આ બાબત ગુજરાત હાઈકોર્ટે પણ ધ્યાન પર લીધી છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની વધતી ઘટનાઓને પગલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે જ્યાં ટાયર કિલર લગાવ્યા છે ત્યાં હવે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે. માર્ગ અને ટ્રાફિકના મુદ્દાઓની અવગણનાની અરજી પર ચાલતી સુનાવણી દરમિયાન આ સૂચન હાઈકોર્ટે કર્યું હતું.

કોર્ટે કહ્યું કે, અમે મીડિયાના અહેવાલોમાં જોયું કે લોકો ટાયર કિલરને હરાવી રહ્યાં છે. તેઓ આસાનીથી ટાયર કિલર બમ્પર પરથી રોંગ સાઈડ વાહનો પસાર કરી રહ્યાં છે. આ બાબત એ સૂચવે છે કે અમુક વ્યક્તિઓમાં સારા નાગરિકનો વિચાર આત્મસાત કરાવવો અશક્ય છે. હાઈકોર્ટના જસ્ટિસ એએસ સુપેહિયા અને એમ આર મેંગડેએ મૌખિક ટિપ્પણી કરી હતી.

Most Popular

To Top