Dakshin Gujarat

સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર દવ લાગતા અફરા તફરીનો માહોલ

સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક (Hill Station) સાપુતારાનાં (Saputara) સનરાઈઝ પોઈંટ (Sunrise Point) પર હાલમાં શિયાળાની ઋતુમાં (Winter Season) પણ આકસ્મિક દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પ્રવાસન સ્થળ સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર આકસ્મિક દવ લાગવાની ઘટનાની જાણ સ્થાનિકોએ નોટિફાઈડ એરીયા કચેરી સાપુતારાને જાણ કરી હતી. પરંતુ નોટિફાઈડનો સ્ટાફ ચૂંટણીનાં કામગીરીમાં વ્યસ્ત હોય જેથી સમયનો અંદાજો લગાવી તુરંત જ સ્થાનિક યુવાનોએ આ દવ ઓલવવાની કામગીરી હાથ ધરી દવને કાબુમાં લીધો હતો. સાપુતારા અને નવાગામનાં યુવાનોએ દવ ઓલવી દેતા મોટી નુકસાનીમાં રાહત મળી હતી. સાપુતારાનાં નવાગામનાં યુવાનોએ દવ ઓલવી દેતા તેઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

વાપી હાઇવે પર BMW કારમાં આગ ભભૂકી ઉઠી
વાપી : પારડી તાલુકાના ગોઇમાથી BMW કાર ચાલક પ્રજ્ઞેશ પટેલ વાપી કામાર્થે નીકળ્યા હતા. તે દરમિયાન વાપી નેશનલ હાઇવે નં. 48 પર ચાલુ BMW કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે કારચાલક પ્રજ્ઞેશ પટેલ સમયસુચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ વાપી નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર આવી પહોંચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરાઈ હતી. હાઈફાઈ BMW કારમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જો કે આગને પગલે કાર બળીને ખાક થઇ ગઈ હતી. ઘટના સ્થળે હાઇવે પર લોકટોળા ભેગા થઇ ગયા હતા.

બીલીમોરા ખાડા માર્કેટ પાસે ખુલ્લી ગટરમાં રિક્ષા ઊંઘી વળી ગઇ
બીલીમોરા : બીલીમોરા ખાડા માર્કેટની બાજુમાંથી નીકળતી ખુલ્લી ગટર નજીક ટેલિસ્ટાર પાસે ગલીમાં ચાલક રિક્ષા રિવર્સ લેવા જતા અકસ્માતે નજીકની ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જોકે તે સમયે માત્ર ચાલક જ રિક્ષામાં હોય સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. બીલીમોરા નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ગટરમાં બાજુમાં કોઈ પ્રોટેક્શન વોલ કે આડાશ પણ મૂકવામાં આવી નથી. જેના કારણે આ ખાડામાં ઘણીવાર આવી દુર્ઘટના સર્જાય છે. ખાડાની આ ખુલ્લી ગટર પર પ્રોટેક્શન વોલ અથવા તો કોઈ આડસ આ બનેલા બનાવ પછી બનાવવી ખૂબ જરૂરી છે.

Most Popular

To Top