ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે (Uttarakhand Chief Minister Trivendra Singh Rawat) મંગળવારે કહ્યું કે 1,500 મીટર લાંબી તપોવન ટનલમાં (tapovan tunnel) દાખલ થવામાં કોઈ સફળતા મળી નથી. ઓછામાં ઓછા 35 લોકો આ ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. રાવતે કહ્યું કે અત્યાર સુધીમાં 29 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજી પણ 170 જેટલા લોકો લાપતા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે કહ્યું કે, ‘હજુ સુધી બીજી ટનલ ખોલવામાં કોઈ સફળતા મળી નથી. હવે, બચાવ ટીમો બીજા માર્ગ પરથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 29 મૃતદેહો મળી આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે.’.
ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ, NDRF, રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળ અને સેનાના જવાનો રવિવાર રાતથી સ્લશ, કાટમાળ અને કાદવની ટનલને સાફ કરવા માટે ભારે સાધનો અને મશીનો સાથે સ્થળ પર રોકાયેલા છે. આ હોનારત પછી હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરે (Haryana CM Khattar) ઉત્તરાખંડને 11 કરોડની સહાય કરી છે. ત્રિવેન્દ્રસિંહ રાવતના કહેવા મુજબ હાલમાં DRDO અને વૈજ્ઞાનિકોની એક ટીમ ઋષિગંગા પ્રોજેક્ટના સ્થળે છે અને આ હોનારત થવા પાછળનું કારણ શોધી રહ્યા છે.
મેગ્સેસે નામના એવોર્ડ વિજેતા રાજેન્દ્ર સિંઘ, જે પર્યાવરણવિદ અને જળપુરુષ તરીકે જાણીતા છે તેમણે રવિવારે ઉત્તરાખંડમાં આવેલા પૂર વિશે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં તારાજીનું વાસ્તવિક કારણ અલકનંદા નદી પર બાંધવામાં આવેલો બંધ છે. રાજેન્દ્ર સિંઘે નદીઓ પર બાંધવામાં આવતા ડેમો વિશે ભારે ચિતં વ્યક્ત કરી છે. અને કહ્યુ છે કે જો સરકારની આખો હજી પણ નહીં ઉઘડે તો ભવિષ્યમાં એટલી મોટી તારાજી થશે જેની કોઇએ કલ્પના કરી નહીં હોય.
ઉત્તરાખંડમાં રવિવારે જે તારાજી થઇ તેમાં અત્યાર સુધી ઘણી જાનહાનિ થઇ છે, એ સિવાય નુકસાનનો અંદાજ પણ ઊંચો છે. વરિષ્ઠ નેતા ઉમા ભારતીનું કહેવુ હતુ કે તેઓ પહેલેથી જ અહીં બાધવામાં આવતા પાવર પ્લાન્ટ અને ડેમની તરફેણમાં નહોતા. કહેવાઇ રહ્યુ છે કે 2019માં વૈજ્ઞનિકો અને નિષ્ણાતોએ આ પ્રકારની ઘટના વિશે તંત્રને ચેતવ્યા હતા. અને જેમ આપણે બધા જાણીએ છીએ ઉત્તરાખંડમાં આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ત્યાં ભયંકર પૂર આવી ચૂક્યુ છે.